ડાંસિંગ દિવા સરોજ ખાન આઈસીયૂમાં, હાલત ગંભીર!
મુંબઈ, 28 ફેબ્રુઆરી : બૉલીવુડના લગભગ તમામ સ્ટાર્સને ડાંસ શિખવાડી ચુકેલ ડાંસિંગ દિવા સરોજ ખાનની તબીયત ગઈકાલે રાત્રે અચાનક ખૂબ ખરાબ થઈ જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગઈકાલે રાત્રે સરોજ ખાનનું ડાયબિટીસ ખૂબ વઘી દયું અને સાથે જ તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઊભી થઈ. સરોજ ખાનની હાલત વધુ કથળતા તેમને મુંબઈની બેલવૂ હૉસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યાં છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોડી રાત સુધી સરોજ ખાનની તબીયત ખૂબ નાજુક જણાવાઈ હતી. હાલ અત્યાર સુધી પણ તેમની હાલતમાં કોઈ ખાસ સુધારો જણાયો નથી. સરોજ ખાનના નજીકના લોકોએ જણાવ્યું કે તેઓ હજુય ક્ટર લુલાના ઑબ્ઝર્વેશન હેઠળ છે. ડૉક્ટર લુલા સતત સરોજ ખાનની તબીયતમાં સુધારા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. અડધી રાત્રે સરોજ ખાનની તબીયત ખૂબ વધુ કથળી ગઈ હતી. તે પછી અત્યાર સુધી ડૉક્ટરોએ કોઈ નવી માહિતી આપી નથી.
થોડાંક સમય અગાઉ જ સરોજ ખાનને નેશનલ કૅડેટ કૉર્પ્સ બી. એસ. ભલ્લા દ્વારા દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન ડાંસ ક્ષેત્રે તેમના બહેતરીન ફાળા માટે સન્માનિત કર્યા હતાં. સરોજ ખાને બૉલીવુડના લગભગ તમામ મોટા એક્ટર્સ-એક્ટ્રેસિસને ડાંસિંગના શ્રેષ્ઠ સ્ટેપ્સ શિખવાડ્યં છે. રેખા, શ્રીદેવી, માધુરી દીક્ષિત, શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયના સિગ્નેચર સ્ટેપ્સ સરોજ ખાને બનાવ્યાં છે.
સરોજ ખાન ગત વર્ષે રેમો ડિસૂઝાની પ્રથમ 3ડી ડાંસિંગ ફિલ્મ એબીસીડીમાં પ્રભુ દેવા તથા ગણેશ આચાર્ય સાથે એક ગીતમાં નજરે પડ્યા હતાં. તેઓ પોતાના ખુશમિજાજ વ્યવહાર અને સાથે જ પોતાની બહેતરીન ડાંસિંગ ટૅલેંટ માટે ખૂબ જાણીતાં છે. હાલ સૌ કોઈ સરોજ ખાન જલ્દીથી સાજા થઈ જાય, તેવી દુઆઓ કરી રહ્યાં છે. આશા છે કે સરોજ ખાન ટુંકમાં જ સાજા થઈ પુનઃ લોકોને પોતાના ડાંસિંગ વડે લોકોને એંટરટેન કરશે.













Click it and Unblock the Notifications
