For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્વાસ લેવામાં તકલીફ બાદ કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં ભરતી, કોવિડ-19નુ જોખમ નથી

બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મંગળવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ સમાચાર એવા સમયમાં આવ્યા જ્યારે દુનિયાભરમાં કોરોના સંક્રમણ ચરમ પર છે પરંતુ સરોજ ખાનના ફેન્સ માટે રાહતભર્યા સમાચાર છે. ડૉક્ટરોએ હોસ્પિટલમાં ભરતી કરવા સાથે જ તેમનો કોવિડ-19 ટેસ્ટ કર્યો જે નેગેટીવ આવ્યો છે.

saroj khan

વળી, ડૉક્ટરોએ કહ્યુ છે કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. સરોજ ખાન પહેલેથી ઘણુ સારુ અનુભવી રહ્યા છે. હોસ્પિટલનુ કહેવુ છે કે જો બધુ ઠીક રહ્યુ તો તેમને જલ્દી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ પહેલા પણ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ વખતે પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે 71 વર્ષના સરોજ ખાન છેલ્લા ઘણા વર્ષોથી બૉલિવુડથી દૂર છે. તેમણે લાંબા સમય સુધી બૉલિવુડથી બ્રેક લીધા બાદ વર્ષ 2019માં કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીના એક ગીતમાં કોરિયાગ્રાફી કરી રહતી. આ પહેલા તેમણે માધુરી દીક્ષિતની ફિલ્મ કલંકમાં પણ એક ગીતની કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાનને ત્રણ વાર બેસ્ટ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

રશિયા પ્રવાસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ઓછા સમયમાં પૂરો કરીશુ રક્ષા સોદોરશિયા પ્રવાસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ - ઓછા સમયમાં પૂરો કરીશુ રક્ષા સોદો

English summary
Saroj Khan Hospitalised After Breathing problem, It's Not COVID-19 says doctors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X