• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમએમએસ કાંડ દરમિયાન વિચલિત નહોતી થઈ : સાશા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 મે : ઔરંગઝેબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરી રહેલ પાકિસ્તાની અભિનેત્રી સાશા આગાનું નામ થોડાંક સમય અગાઉ એમએમએસ કાંડમાં આવ્યુ હતું, પરંતુ સાશાનું કહેવું છે કે એમએમસ કાંડ તેમના માટે મુશ્કેલ તબક્કો નહોતો.

વર્ષ 2011માં સાશા અને અભિનેતા રુસલાન મુમતાઝનું એમએમએસ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું, પરંતુ સાશાનું કહેવું છે કે તેમાં તેઓ નહોતાં. સાશા આગાએ જણાવ્યું - તે મુશ્કેલ તબક્કો નહોતો. મને લાગે છે કે આવી વસ્તુઓ થતી જ રહે છે. લોકો કાયમ વાતો બનાવતાં હોય છે.

નિકાહ ફિલ્મના અભિનેત્રી સલમા આગાના પુત્રી સાશા આગા પોતાની જાતને એક સામાન્ય વ્યક્તિ ગણે છે. સાશાએ જણાવ્યું - મને ક્યારેય એવું નથી લાગ્યું કે હવે મારે શું કરવું જોઇએ? હું કોઈમાં શામેલ નહોતી, મારા નામનો ઉપયોગ કરાયો હતો. મને એવું ક્યારેય લાગ્યું નહિં કે મારે કંઈ કરવું જોઇએ.

પોતાની પ્રથમ ફિલ્મ ઔરંગઝેબમાં અર્જુન કપૂર સાથે રૂપેરી પડદે આવી રહેલાં સાશા આગાને જોકે લોકો તેમનામાં રસ લે, તો ખુશી મળે છે, પરંતુ તેઓ એમ પણ ઇચ્છે છે કે લોકો તેમની પ્રાઇવેસીનો ભંગ ન કરે.

English summary
Pakistani actress Sasha Agha, making her Bollywood debut with "Aurangzeb", was involved in an MMS scandal, but says it was not a difficult phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X