પ્રકાશ ઝા માટે ‘સત્યાગ્રહ’, 3 દિવસમાં 40 કરોડ!
મુંબઈ, 2 સપ્ટેમ્બર : પ્રકાશ ઝા માટે સત્યાગ્રહ ફિલ્મ બહુ સારી સાબિત થઈ રહી છે. સત્યાગ્રહમાં પ્રકાશ ઝાએ અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અજય દેવગણ, મનોજ બાજપાઈ જેવા મોટા-મોટા કલાકારો લીધા હતાં અને તેમનું આ કલેક્શન ખૂબ જ લકી સાબિત થી રહ્યું છે. ફિલ્મની શરુઆત જોકે થોડી ધીમી સાબિત થઈ હતી, પણ હવે ફિલ્મે ઝડપ પકડી છે.

બીજી બાજુ સત્યાગ્રહ ફિલ્મ માટે આ એક જ અઠવાડિયું છે કમાણી કરવાનું, કારણ કે આવતા શુક્રવારે ઝંજીર અને શુદ્ધ દેસી રોમાંસ જેવી ફિલ્મો રિલીઝ થવાની છે. તેથી સત્યાગ્રહનો બિઝનેસ ઠપ થઈ શકે છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી સત્યાગ્રહ ફિલ્મે પ્રથમ દિવસે 11 કરોડની કમાણી કરી. બીજા દિવસે શનિવારે 13 કરોડ અને રવિવારે 14 કરોડની કમાણી કરી છે. આમ કહી શકાય કે ત્રણ દિવસમાં ફિલ્મે 40 કરોડની કમાણી કરી લીધી છે.
સત્યાગ્રહ ફિલ્મનું બજેટ 50 કરોડ રહ્યુ હતું કે જે આવતા બે-ત્રણ દિવસમાં વસૂલ થઈ જશે. તે પછી ફિલ્મ પ્રોફિટ આવી જશે. હાલ તો સત્યાગ્રહ ફિલ્મ પ્રકાશ ઝાની બાકીની ફિલ્મો કરતાં સારો બિઝનેસ કરી રહી છે. હવે શુક્રવારે યશ રાજ ફિલ્મ્સની શુદ્ધ દેસી રોમાંસ અને અપૂર્વ લાખિયાને ઝંજીર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેથી સત્યાગ્રહ ફિલ્મનો બિઝનેસ પ્રભાવિત થઈ શકે છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
