મિત્ર નવનીત સાથે પરણી જતાં સયાલી ભગત
મુંબઈ, 13 ડિસેમ્બર : ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડ અને બૉલીવુડ અભિનેત્રી સયાલી ભગતે લગ્ન કરી લીધાં છે. બૉલીવુડમાં કંઈ ખાસ ઉકાળી ન શકનાર સયાલીએ તાજેતરમાં જ મુંબઈ ખાતે પોતાના કૌટુમ્બિક મિત્ર નવનીત પ્રતાપ સિંહ સાતે ચોરીના ચાર ફેર ફરી લીધાં.

નોંધનીય છે કે સયાલી ભગતે વર્ષ 2007માં ધ ટ્રેન ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જોકે પછીની તેમની ફિલ્મો કોઈ ખાસ સફળતા મેળવી શકી નહીં. તેમનું બૉલીવુડ કૅરિયર ઢચુપચુ હતું. તેવામાં તેમણે નવનીત પ્રતાપ સિંહ સાથે લગ્ન કરી લીધાં છે. સયાલી ભગત ગુજરાતી છે. જોકે તેમનો જન્મ નાસિક-મહારાષ્ટ્રમાં થયો હતો.












Click it and Unblock the Notifications
