ચક્રવ્યૂહમાં ટાટા-બિરલા-અંબાણીને ભાંડવાની મંજૂરી

મુંબઈ, 20 ઑક્ટોબર : હિન્દીમાં કહેવત છે ...સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા... એવો જ હાલ પ્રકાશ ઝાની આવનાર ફિલ્મ ચક્રવ્યૂહ સાથે થયો છે કે જેને હવે પોતાના ગીત માટે પોતાના સૈંયાની મંજૂરી મળી ગઈ છે. આપ વિચારતાં હશે કે અમે આ શું કહી રહ્યાં છીએ? તો ચાલો આપને બતાવી દઇએ કે અમે શું કહેવા માંગીએ છીએ?

Arjun Rampal & Esha Gupta In Chakravyuh

હકીકતમાં પ્રકાશ ઝાની આગામી ફિલ્મ ચક્રવ્યૂનું વિવાદાસ્પદ ગીત ...બિરલા હો યા ટાટા, અમ્બાની હો યા બાટા, અપને-અપને ચક્કર મેં, દેશ કો હૈ કાટા... ને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપી દેવાઈ છે.

સુપ્રીમ કોર્ટે આ ગીતને શરતી મંજૂરી આપી છે અને જણાવ્યું છે કે આ ગીત સાથે ડિસક્લેમર પણ બતાવવું પડશે. આ ગીત ફિલ્મમાં રહેશે અને તેના કોઈ બોલ પણ બદલવામાં આવશે નહિં.

આપને જણાવી દઇએ કે આ ગીતના બોલ સામે ભારતની મુખ્ય જૂતા કમ્પની બાટાએ વાંધો ઉઠાવ્યો હતો અને તેની વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. તેને પગલે કેસ કોર્ટમાં પહોંચી ગયો હતો. કમ્પની દ્વારા જણાવાયું હતું કે ગીતના બોલથી એવી પ્રતીતિ થાય છે જાણે કમ્પની ગરીબોનું શષણ કરતી હોય. પ્રકાશ ઝાની આ ફિલ્મ ચક્રવ્યૂહ આગામી 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X