નવા વર્ષે ભયભીત છે અરશદ વારસી, એક નહીં, બબ્બે કસોટીઓ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 27 ડિસેમ્બર : એક બાજુ આખી દુનિયા નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બૉલીવુડ અભિનેતા અરશદ વારસી નવા વર્ષને લઈને ભયભીત છે, પરંતુ કેમ? હા જી, જે વ્યક્તિની એક નહીં, પણ બે-બે ફિલ્મો અને તે પણ પહેલા જ મહીને રિલીઝ થતી હોય, તો તેને ક્યાંથી ચેન પડે.

હકીકતમાં અરશદ વારસી એટલા માટે ભયભીત છે, કારણ કે નવા વર્ષે તેમની બે મોસ્ટ અવેટેડ ફિલ્મો ડેઢ ઇશ્કિયા અને મિસ્ટર જોએ બી કારવાલ્હો રિલીઝ થઈ રહી છે. અરશદને ચિંતા એ વાતની છે કે દર્શકો તેમની ફિલ્મો પ્રત્યે કેવા પ્રત્યાઘાત આપશે. અરશદે શુક્રવારે ટ્વિટર ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી.

આવો તસવીરો સાથે જાણીએ અરશદ વારસી કેમ ભયભીત છે :

ભયભીત છે અરશદ

ભયભીત છે અરશદ

વર્ષ 2013માં જૉલી એલએલબી જેવી શાનદાર ફિલ્મ આપનાર અરશદ વારસી વર્ષ 2014ને લઈને ભયભીત છે અને તેમનો આ ભય તેમણે ટ્વિટર ઉપર વ્યક્ત કર્યો છે.

બિહામણુ વર્ષ

બિહામણુ વર્ષ

અરશદ વારસીએ ટ્વિટર પર લખ્યું - મિસ્ટર જોએ બી કારવાલ્હો અને ડેઢ ઇશ્કિયા બંને ફિલ્મો જાન્યુઆરી 2014માં રિલીઝ થઈ રહી છે. આ અત્યાર સુધીનુ સૌથી બિહામણુ વર્ષ છે.

જાસૂસ અરશદ

જાસૂસ અરશદ

સમીર તિવારી તિગ્દર્શિત મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં અરશદ વારસી જાસૂસની ભૂમિકામાં નજરે પડનાર છે. સોહા અલી ખાન સાથેની આ ફિલ્મ 3જી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

ગામડિયા અરશદ

ગામડિયા અરશદ

અભિષેક ચૌબેની ડેઢ ઇશ્કિયા ફિલ્મ 10મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે કે જેમાં અરશદ ગામડિયાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેમના હીરોઇન હુમા કુરૈશી છે, તો નસીરુદ્દીન શાહ અને માધુરી દીક્ષિત પણ લીડ રોલમાં છે.

English summary
Actor Arshad Warsi is scared about the New Year! Two of his awaited films "Dedh Ishqiya" and "Mr Joe B. Carvalho" will hit the screens in January, and he is nervous about how they will be received. "'Mr Joe.B Carvalho' and 'Dedh Ishqiya' both are releasing January 2014. This is the most scariest New Year till now," Arshad posted on Twitter Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.