24 કલાકમાં બીજા દુઃખદ સમાચાર! ફિલ્મ ગલી બૉયના રેપર ધર્મેશ પરમારનુ નિધન

રણવીર સિંહની ફિલ્મ ગલી બૉયમાં સાઉન્ડ ટ્રેક માટે પોતાનો અવાજ આપનાર રેપર ધર્મેશ પરમારનુ નિધન થઈ ગયુ છે.

મુંબઈઃ ફિલ્મ નગરી મુંબઈથી છેલ્લા 24 કલાકમાં બીજા દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ગલી બૉયમાં સાઉન્ડ ટ્રેક માટે પોતાનો અવાજ આપનાર રેપર ધર્મેશ પરમારનુ નિધન થઈ ગયુ છે. આ પહેલા સોમવારે તમિલ ફિલ્મોની અભિનેત્રી ગાયત્રીના કાર એક્સીડન્ટમાં નિધનના સમાચાર આવ્યા હતા. ધર્મેશ પરમારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રેપર એમસી તોડફોડના નામથી ઓળખવામાં આવતા હતા. માત્ર 24 વર્ષના ધર્મેશ પરમારના નિધનના સમાચારથી બૉલિવુડમાં શોકનો માહોલ છે. તેમના નિધન પર રણવીર સિંહ અને અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે.

'દિલ તૂટી ગયુ...'

'દિલ તૂટી ગયુ...'

ધર્મેશ પરમાર મુંબઈના હિપ-હૉપ બેન્ડ 'સ્વદેશી મૂમેન્ટ' સાથે જોડાયેલા હતા અને તે એ 50થી વધુ રેપર્સમાં શામેલ હતા જેમણે ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગલી બૉય માટે પોતાનો અવાજ આપ્યો. ધર્મેશ પરમારના મોતના કારણો વિશે હજુ સુધી જાણી શકાયુ નથી. અભિનેતા રણવીર સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધર્મેશ પરમારને યાદ કરીને લખ્યુ, 'દિલ તૂટી ગયુ...' વળી, સિદ્ધાંત ચતુર્વેદીએ પણ રેપર એમસી તોડફોડ સાથે તેમની વાતચીતના સ્ક્રીન શૉટ શેર કર્યા છે. સિદ્ધાંત ચતુર્વેદીએ લખ્યુ, 'ઈશ્વર તમારી આત્માને શાંતિ આપે ભાઈ...'

'સ્વદેશી મૂમેન્ટ'એ શેર કર્યા ધર્મેશના વીડિયો

'સ્વદેશી મૂમેન્ટ'એ શેર કર્યા ધર્મેશના વીડિયો

આ પહેલા તેમના બેન્ડ 'સ્વદેશી મૂમેન્ટ'એ વીડિયો શેર કરીને લખ્યુ, 'આ જ એ રાત હતી, જ્યારે 'તોડફોડ' એ સ્વદેશી મેળામાં પોતાનુ છેલ્લુ પર્ફોર્મન્સ કર્યુ હતુ. જો તમે ત્યાં હોત, તો જોઈ શકતા કે લાઈવ મ્યૂઝિકને લઈને તેની અંદર કેટલો રોમાંચ અને પ્રેમ હતો. ધર્મેશ તમને ક્યારેય નહિ ભૂલી શકાય અને તમે હંમેશા પોતાના મ્યૂઝિક દ્વારા અમારી વચ્ચે રહેશો.'

'કભી સોચુ કહીં ચલે જાને કી દૂર...'

'કભી સોચુ કહીં ચલે જાને કી દૂર...'

બેંડ 'સ્વદેશી મૂમેન્ટ'એ પોતાની પોસ્ટમાં 'તોડફોડ' માટે આગળ લખ્યુ, 'કભી સોચુ કહીં ચલે જાને કી દૂર... કોઈ ઠિકાને બસ જાઉ, જો ના હો મશહૂર... જહાં લે જાતી રહે મન કો ભાયે વો મે કરુ... એસે જીના રહના કિયા મેને યહીં સે શુરુ...' ધર્મેશ પરમારના નિધન પર ફિલ્મ જગત સાથે જોડાયેલી બીજી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X