Poster: ટાઈગર અને દિશા પટાનીનો ધમાકેદાર એક્શન લૂક
ટાઈગર શ્રોફ અને દિશા પટાની ની આવનારી ફિલ્મ બાગી 2 ધમાકો કરવા માટે તૈયાર છે.
ટાઈગર શ્રોફ અને દિશા પટાની ની આવનારી ફિલ્મ બાગી 2 ધમાકો કરવા માટે તૈયાર છે. ફિલ્મનું પહેલું પોસ્ટર ખુબ જ શાનદાર રહ્યું અને હવે તેનું બીજું પોસ્ટર પણ આવી ચૂક્યું છે. જ્યાં પહેલીવાર ફિલ્મમાં દિશા પટાની નો લૂક પણ જોવા મળ્યો છે.
અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં શાનદાર એક્શન હશે. ફિલ્મના પોસ્ટરમાં પણ જોરદાર એક્શન દેખાઈ જ રહ્યું છે. ટાઈગર શ્રોફ અને દિશા પટાની સાથે ફિલ્મમાં પ્રતિક બબ્બર અને મનોજ બાજપાઈ પણ મુખ્ય રોલમાં છે.
વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ બાગી સુપરહિટ રહી હતી એટલા માટે બાગી 2 ફિલ્મ પાસે પણ બોક્સ ઓફિસ પણ ખુબ જ આશા રાખવામાં આવી રહી છે. બાગી 2 ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા જ બાગી 3 ફિલ્મ રિલીઝ વિશે પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

બીજું પોસ્ટર
ફિલ્મના બીજા પોસ્ટરમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાની નો કિલર લૂક જોવા મળી રહ્યો છે. જ્યાં પહેલીવાર ફિલ્મમાં દિશા પટાનીનો લૂક પણ જોવા મળ્યો છે.

પહેલું પોસ્ટર પણ ધમાકેદાર
ફિલ્મનું પહેલું પોસ્ટર પણ શાનદાર છે. ટાઇગર શ્રોફ ની બોડી જોઈને જ લાગે છે કે ફિલ્મમાં એક્શન પ્લસ પોઇન્ટ હશે.

હિટ ફિલ્મની સિક્વલ
વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ બાગી બોક્સઓફિસ પર 76 કરોડની કમાણી કરી હતી. એટલા માટે બાગી 2 બોક્સઓફિસ પર 100 કરોડ પાર કરશે એટલું ચોક્કસ છે.

ધમાકેદાર એક્શન
નિર્દેશક અહેમદ ખાનનું માન્યે તો તેમને જણાવ્યું હતું કે આ ફિલ્મ બોલિવૂડના એક નવો ટ્રેન્ડ સેટ કરશે.

નવી જોડી
ટાઈગર શ્રોફ અને દિશા પટાની રિયલ લાઈફ કપલ છે એટલા માટે ફિલ્મમાં તેમની જોડી પણ ચોક્કસ લોકોને પસંદ આવશે.

સોલો રિલીઝ
આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આસપાસ કોઈ પણ મોટી ફિલ્મ રિલીઝ થઇ રહી નથી જેનો ફાયદો બોક્સઓફિસ પર ચોક્કસ જોવા મળશે.












Click it and Unblock the Notifications
