Pics : ગઝનીથી ખિલાડી 786 સુધીની ‘અસીન સફર’
મુંબઈ, 9 માર્ચ : ફાયર બ્રિગેડ મંગવા દે... અંગારોં પર હૈં અરમાં... ઓ બલમા... ગીતને પડદા ઉપર ગાનાર અભિનેત્રી અસીન હાલ પોતાના લગ્ન અંગે ચર્ચામાં છે. જોકે અસીને આવી તમામ ચર્ચાઓ પર બ્રેક લગાવતાં જણાવ્યું કે આ તમામ સમાચારો બકવાસ છે. તેઓ લગ્ન નથી કરી રહ્યાં.
ખેર, એ તો સમય જ બતાવશે કે અસીન લગ્ન કરી રહ્યાં છે કે નહીં, પરંતુ હાલ તો આપણે અસીનનું બૉલીવુડ ઇતિહાસ અને કૅરિયર ચકાસી લઇએ. 2008માં ગઝની ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર આ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ પાંચ વર્ષ દરમિયાન છ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત આ વર્ષે અસીનની વધુ એક ફિલ્મ ઐસે કો તૈસા આવશે, તો 2015માં આપકા સાયા ફિલ્મ આવશે. ઐસે કો તૈસા ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી હશે, તો આપકા સાયામાં રણબીર કપૂર છે. જોકે અસીનની તામિળ અને તેલુગુમાં અનેક ફિલ્મો ચાલુ જ છે.
અસીને બૉલીવુડમાં પોતાના અત્યાર સુધીના કૅરિયર દરમિયાન તમામ મોટા કલાકારો સાથે કામ કરી લીધું છે. શરુઆત જ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે કરનાર અસીનની છેલ્લી ફિલ્મ ખિલાડી 786 અક્ષય કુમાર સાથે હતી. આ તેમની અક્ષય સાથે બીજી ફિલ્મ હતી, તો સલમાન સાથે લંડન ડ્રીમ્સ બાદ રેડી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે. બીજી બાજુ અજય દેવગણ સાથે પણ તેઓ બોલ બચ્ચન ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે.
આવો આપણે તસવીરો વડે માણીએ અસીનની બૉલીવુડની હસીન સફર.

અસીનની હસીન સફર
અસીન થોટ્ટુમકલે બૉલીવુડમાં ગઝની ફિલ્મ સાથે પ્રવેશ કર્યો હતો. તેલુગુ અને કન્નડ પછી હિન્દીમાં 2008માં આવેલી આ ફિલ્મમાં આમિર ખાન તેમના હીરો હતાં. પોતાની પ્રથમ જ બૉલીવુડ ફિલ્મ હિટ જતાં અસીન પણ રાતોરાત હિટ થઈ ગયા હતાં.

અસીનની હસીન સફર
ગઝની હિટ થતાં અસીને પછી તો તમામ મોટા હીરો સાથે કામ કર્યું. તેમની બીજી જ ફિલ્મ સલમાન ખાન સાથે આવી. લંડન ડ્રીમ્સ ફિલ્મ જોકે અપેક્ષાકૃત ઓછી સફળ નિવડી, પરંતુ અસીનની લોકપ્રિયતા જળવાઈ રહી.

અસીનની હસીન સફર
સલમાન ખાન પછી અસીનને બૉલીવુડના વધુ એક સફળ અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરવાની તક મળી. હાઉસફુલ 2માં અસીન અક્ષયની સાથે ચમક્યાં. આ ફિલ્મ જોરદાર હિટ રહી.

અસીનની હસીન સફર
અસીને સલમાન ખાન સાથે બીજી ફિલ્મ રેડીમાં દેખા દીધી. આ ફિલ્મ પણ જોરદાર હિટ રહી.

અસીનની હસીન સફર
બૉલીવુડના વધુ એક સ્ટાર અજય દેવગણ જાણે બાકી રહી ગયા હોય, તેમ અસીને તે ખામી પણ બોલ બચ્ચન દ્વારા પુરી દીધી. અજય દેવગણ સાથેની આ ફિલ્મમાં જોકે અસીનનો રોલ લાંબો નહોતો, પરંતુ પ્રભાવશાળી જરૂર હતો.

અસીનની હસીન સફર
અક્ષય કુમાર સાથે અસીને પુનઃ જોડી બનાવી ખિલાડી 786 ફિલ્મમાં. આ ફિલ્મ પણ હિટ રહી.

અસીનની હસીન સફર
અસીન લગ્ન કરવાનાં છે કે નહીં, એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, પણ હાલ એટલી તો માહિતી છે કે અસીન બૉલીવુડના વધુ એક સ્ટાર રણબીર કપૂર સાથે પણ આવશે. અસીન અક્ષય સાથે 2013માં ઐસે કો તૈસામાં તથા 2015માં રણબીર સાથે આપકા સાયા ફિલ્મમાં ચમકશે.












Click it and Unblock the Notifications
