જાણો કોણ છે આ પ્રિયંકા ચોપરાની હમશકલ..
કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો હમશકલ દુનિયામાં ગમે ત્યાં ચોક્કસ હોઈ છે. એવું તમે ઘણીવાર બોલિવૂડ સેલિબ્રિટીમાં પણ જોઈ શકો છો. એકદમ ડિટ્ટો શકલ ભલે ના હોઈ પરંતુ થોડી ઘણી મળતી શકલ તો ચૉક્કસ મળી જશે. ઐશ્વર્યા રાઈની મળતી શકલ સ્નેહા ઉલ્લાલની આવી ત્યારબાદ કેટરીના કૈફને મળતી શકલ ઝરીન ખાનની આવી.
હવે બોલિવૂડની વધુ એક મળતી આવતી સેલિબ્રિટીનું નામ જોડાઈ ગયું છે. તે અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા છે. આજકાલ સોશ્યિલ નેટવર્ક પર એક છોકરીની તસવીરો સામે આવી છે. જે દેખાવમાં બિલકુલ પ્રિયંકા ચોપરાને મળતી આવે છે તેની સ્ટાઇલ અને અંદાઝ બધો જ પ્રિયંકા ચોપરા જેવો જ છે.

આ છોકરીનું નામ છે નવપ્રીત બંગા. બિલકુલ પ્રિયંકા જેવી દેખાઈ એટલા માટે તેને હાથ પર પ્રિયંકા ચોપરા જેવું એક ટેટુ પણ પડાવી દીધું છે. આપણે જણાવી દઈએ કે નવપ્રીત બંગા વેંકુવરની ફિટનેસ બ્લોગર છે. નવપ્રીત સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહે છે.
નવપ્રીત બંગા કેટલાક ફોટોમાં બાજીરાવ મસ્તાનીની કાશીબાઈ બની છે. તો કેટલાક માં કોન્ટીકો નો લૂક ધારણ કર્યો છે. તે હંમેશા પ્રિયંકા ચોપરાના અંદાઝમાં જ ફોટો શેર કરતી રહે છે..












Click it and Unblock the Notifications
