‘જય હો’ના દાઝ્યા સલમાને ‘કિક’ માટે કર્યા 7 નવા એક્સપેરિમેંટ!
મુંબઈ, 28 જૂન : સલમાન ખાનની છેલ્લી સુપરહિટ ફિલ્મનું નામ જણાવી શકો છો? જોકે બહુ માથુ ખંજવાડવુ નહીં પડે. સૌ જાણે છે સલમાનની છેલ્લી ફિલ્મ તો જય હો હતી કે જે સુપરહિટ નહોતી. તેથી તેમની છેલ્લી સુપરહિટ ફિલ્મ તરીકે આપણે દબંગ 2નું જ નામ લઈ શકીએ.
દબંગ 2 બાદ સલમાન ખાને મોટા ઉપાડે જય હો ફિલ્મ બનાવી હતી અને તેને ખૂબ જ હાઇપ પણ આપવામાં આવી હતી. સારો વિષય અને વાર્તા હોવા છતાં સલમાનની જય હો ખરાબ રીતે પિટાઈ ગઈ. સલમાન જય હોની નિષ્ફળતામાંથી માંડ-માંડ ઉગર્યા અને તેમણે ભવિષ્ય તરફ જોવાનું જ યોગ્ય માન્યું.
હવે સલમાન ખાન કિક લઈને આવી રહ્યાં છે. સલમાન ખાન જાણે છે કે દર્શકો હવે દરેક ફિલ્મમાં કંઇકને કંઇક નવીનતા કે નવા અનુભવો કે નવા પ્રયોગો જોવા માંગે છે. જય હોના દાઝ્યા સલમાન ખાને એટલા માટે જ પોતાની આગામી ફિલ્મ કિક માટે 7 નવા એક્સપેરિમેંટ કર્યાં છે. ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ પણ પહેલી વાર સલમાન સાથે આવી રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જોઇએ કિક માટે સલમાન ખાને કરેલા 7 નવા એક્સપેરિમેંટ :

સિંગિંગ ડેબ્યુ
કિક ફિલ્મ દ્વારા સલમાન ખાન સિંગિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. તેમણે શ્રેયા ઘોષાલ સાથે એક રોમાંટિક ગીત ગાયું છે. કમ્પોઝર મનમીતે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું - સલમાનની અંદર એક ફૅન્ટાસ્ટિક સિંગર છુપાયેલુ હતું. અમે વૉઇસ કંટ્રોલ દ્વારા તેને બહાર લાવ્યા છીએ. સલમાન અગાઉ કેટલાક ગીતોના પાર્ટ્સ કે બિટ્સમાં ગાઈ ચુક્યાં છે, પરંતુ અમે માનીએ છીએ કે કિક દ્વારા તેઓનું પ્લેબૅક સિંગર તરીકે વાસ્તવિક ડેબ્યુ થઈ રહ્યું છે.

માર્શલ આર્ટ્સ
સલમાન ખાને આ ફિલ્મ માટે માર્શલ આર્ટ્સની ખાસ તાલીમ લીધી છે અને તે પણ ફ્રેંચ સ્ટંટ ડાયરેક્ટર પાસે. દક્ષિણ કોરિયન સરકારે ખુલાસો કર્યોહતો કે તે કિક માટે પોતાના માર્શલ આર્ટ્સ ઇંસ્ટ્રક્ટર્સ સપ્લાય કરશે.

સુપર હીરો લુક
પહેલી વાર સલમાને કિકમાં માસ્ક પહેર્યું છે. દરમિયાન ફિલ્મમાં તેઓ એક સુપર હીરોના લુકમાં દેખાય છે. જોકે તેમની પાસે કોઈ સુપર પાવર્સ નથી. આ પહેલી વાર છે કે સલમાને કૉસ્ચ્યુમ પહેર્યું છે.

ગ્રે શેડ સાથેનું પાત્ર
સલમાન ખાને અત્યાર સુધી આઉટ કે આઉટ હીરો ટાઇપ કૅરેક્ટર પ્લે કર્યા છે. કિકમાં પહેલી વાર સલમાને ગ્રે શેડ કૅરેક્ટર કર્યુ છે. સરવાળે લોકો માટે આ સારૂ છે, પરંતુ સલમાને આ વખતે કંઇક ખાસ કર્યુ છે.

બૉડી ડબલ વગર ખતરનાક સીન્સ
સલમાન ખાને તાજેતરમાં જ કહ્યુ હતું કે તેઓ પોતાના સ્ટંટ્સ પોતેજ કરશે. કિકમાં સલમાને મોટાભાગના ખતરનાક સીન્સ બૉડી ડબલ વગર કર્યા છે.

ડિફરંટ લુક
સલમાન ખાને પહેલી વાર આવો લુક ધરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ સાચે જ સારા દેખાય છે, તેમાં કોઈ શંકા નથી.

ટફ ડાન્સ સ્ટેપ્સ
સલમાન ખાને જાહેરમાં સ્વીકાર્યુ હતું કે તેઓ સારા ડાન્સર નથી. તેથી તેમના માટે પ્રભુ દેવાની જેમ ડાન્સ કરવો મુશ્કેલીભર્યો હતો. છતાં સલમાને જુમ્મે કી રાત... ગીતમાં ટફ ડાન્સ સ્ટેપ્સ કર્યાં છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર












Click it and Unblock the Notifications
