ડોઢ કરોડ માટે અમેરિકામાં નાચશે મલ્લિકા શેરાવત
મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડના જલેબી બાઈ ઉર્ફે હૉટ મલ્લિકા શેરાવતની હાલત ભલે બૉલીવુડમાં પાતળી હોય, પરંતુ વિદેશી ધરતી પર હજુય તેમને લોકો પૂછે છે. એટલે જ તો મલ્લિકા શેરાવતને અમેરિકામાં ન્યુ ઈર બૅશ પાર્ટીમાં સ્ટેજ શો માટે 1.5 કરોડ રુપિયાની ઑફર થઈ છે કે જે મલ્લિકાએ ફટાક કરતાં સ્વીકારી લીધી છે.

નોંધનીય છે કે મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત લૉસએંજલ્સની ગાલા પાર્ટીમાં પરફૉર્મ કરવાનાં છે. એમ પણ અત્યાર સુધી નવા વર્ષે સ્ટેજ શો કરનાર મલ્લિકા શેરાવત બૉલીવુડના સૌથી મોંઘા અભિનેત્રીઓમાંના એક હતાં, પરંતુ આ વખતે આ સ્ટાર મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલોમાં નહીં, પણ ગાલા પાર્ટીમાં પોતાના જલવા પાથરશે.
ગત વર્ષે મલ્લિકાએ ટ્યૂલિપ સ્ટારમાં પણ કરોડો રુપિયામાં ડાંસ કર્યો હતો. તેના કારણે તેના ડાંસની ખૂબ ચર્ચાઓ થઈ હતી. મલ્લિકાએ ગઈ વખતે મુંબઈની એક હોટેલમાં નાચવાનાં દર મિનિટના ચાર લાખ રુપિયા લીધા હતાં. તેથી જ્યારે મલ્લિકાએ ડાંસ મોડો શરૂ કર્યો હતો, તો લોકો વિફરી ગયા હતાં. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન લોકોએ મલ્લિકાને સ્પર્શવાની પણ કોશિશ કરી હતી કે જેથી મલ્લિકાએ અધવચ્ચે ડાંસ છોડી જવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
