Pics : ‘મમતા’માંથી મુક્ત થઈ ગયાં કુલકર્ણી?
મુંબઈ, 23 જુલાઈ : અંતે ગુમનામીના અંધકારમાંથી બહાર મીડિયા સામે આવ્યાં ખરા નેવુના દાયકાના સેક્સી બાળા મમતા કુલકર્ણી. એક વેબસાઇટમાં પ્રસિદ્ધ થયેલ ઇંટરવ્યૂ મૂજબ હાલ મમતા કુલકર્ણીએ આધ્યાત્મિક જીવન અપનાવી લીધું છે. મમતાએ જણાવ્યું છે કે મારા ઘરના સભ્યો પણ નથી જાણતાં કે છેલ્લા 12-13 વર્ષોથી હું ક્યાં છું અને શું કરી રહી છું?
મમતા કુલકર્ણીએ જણાવ્યું કે તેઓ પોતાનું સમગ્ર જીવન હવે ભગવાનને સમર્પિત કરી ચુક્યાં છે. હવે એક તેઓ એક આધ્યાત્મિક પુસ્તક પણ લખી ચુક્યાં છે કે જેનું નામ છે ઑયોબાયોગ્રાફી ઑફ એન યોગિની. મમતાએ બૉલીવુડમાં પુનરાગમનના પ્રશ્ન ઉપર હસતા જણાવ્યું - મને હસવું આવે છે આ સવાલ ઉપર. આપ જ બતાવો કે શું ઘીને પુનઃ દૂધ બનાવવું શક્ય છે? તેથી હવે હું ક્યારેય બૉલીવુડ જગતમાં પાછી ન ફરી શકું.
મમતાએ જણાવ્યું - આજે મારા માટે શાહરુખ ખાન કે સલમાન ખાન જેવાઓનું કોઈ મહત્વ નથી, પણ આજે મારા માટે માત્ર ઈશ્વર જ મહત્વ ધરાવે છે. દાણચોર સાથે લગ્ન કરવાના સવાલના જવાબમાં મમતાએ જણાવ્યું - મેં કોઈની સાથે લગ્ન નથી કર્યાં. હું પરિણીતી નથી. હા, હું વિકી ગોસ્વામીને પ્રેમ કરુ છું, પણ મારો પ્રથમ પ્રેમ ભગવાન છે. આ વાત વિકી પણ જાણે છે. મને ખુશી છે કે તે જેલમાંથી બહાર આવી ચુક્યો છે. મેં છેલ્લા 12 વરસથી અરીસો નથી જોયો અને નથી બ્યુટી પાર્લર ગઈ કે નથી મેકઅપ કર્યું. મારા માટે હવે આ વસ્તુઓનો કોઈ મહત્વ નથી.

સાધ્વી બની ગયાં મમતા
12 વરસ બાદ અચાનક સાધ્વી તરીકે લોકો સામે આવ્યાં છે મમતા કુલકર્ણી. તેમણે અધ્યાત્મ ઉપર એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે ઑટોબાયોગ્રાફી ઑફ એન યોગિની.

વિકી સાથે લગ્ન નથી કર્યાં
મમતાએ જણાવ્યું કે તેઓ અપરિણીત છે. તેમણે વિકી ગોસ્વામી સાથે લગ્ન નથી કર્યાં. જોકે તેઓ વિકીને પ્રેમ કરે છે, પરંતુ તેમના માટે ઈશ્વર તેમનો પ્રથમ પ્રેમ છે.

અરીસો નથી જોયો
મમતાએ 12 વરસથી અરીસો નથી જોયો અને મેક-અપ જેવી વસ્તુઓને હાથ પણ નથી લગાડ્યો.

ઈશ્વર માટે થયો જન્મ
મમતાએ જણાવ્યું કે કેટલાંક લોકોનો જન્મ કર્મો માટે થાય છે, પણ મારો જન્મ ઈશ્વર માટે થયો છે. તેથી હું ઈશ્વરને પ્રેમ કરુ છું.

ઇસ્લામ સ્વીકારની વાત ખોટી
થોડાક દિવસ અગાઉ જાણવા મળ્યુ હતું કે મમતા કુલકર્ણીએ ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધું છે. તેઓ દાણચોર વિકી ગોસ્વામી સાથે પરણીને કેન્યામાં રહે છે, પણ આ બધી વાતો ખોટી સાબિત થઈ.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
