Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શાનને પોતાના ગીતોનું ડબિંગ થતું હોવાની શંકા

Shaan
મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડના જાણીતાં પાર્શ્વ ગાયક અને ટેલીવિઝન હોસ્ટ શાને લાંબા વખતથી ચર્ચાથી અંતર જાળવી રાખ્યો હતો, પરંતુ અચાનક સમાચાર આવ્યાં છે કે શાનના મગજમાં એક શંકાનો કીડો સળવળી ઉઠ્યો છે અને તેથી શાને સિંગિંગ ઉપર કેટલાંક વખત માટે વિરામ મુક્યો છે. સમચાર એમ છે કે શાનને શંકા થઈ છે કે તેમના ગીતો રિલીઝ થતા અગાઉ જ કોઈ ડબ કરી રહ્યું છે અને તેથી તેમના કૅરિયર સામે ખતરો ઊભો થયો છે. શાને એમ પણ જણા્યું કે આ વર્ષ સિંગર્સ માટે સારૂં નથી, કારણ કે સિંગર્સના ઓરિજનલ ગીતો માર્કેટમાં આવતાં અગાઉ જ તેમનું ડબિંગ કરી કોઈ તે ગીતો રિલીઝ કરી નાંખે છે.

શાને જણાવ્યું - ગઈકાલે જ મને જાણવા મળ્યું કે એક મોટી ફિલ્મ કમ્પની માટે મેં જે ગીત ગાયુ હતું, તે કોઈ ડબ કરીને ગાઈ રહ્યું છે. આજકાલ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર સારા અને મધુર ગીતો આવવા લાગ્યાં છે કે જે ખૂબ સારી બાબત છે. આજકાલના સિંગર્સ અને સંગીતકારો ખૂબ સારા અને સાથે જ અર્થસભર ગીતો ગાય છે તથા તે ગીતો સાંભળી એક ખુશીનો અનુભવ થાય છે. સિંગર્સે પોતાના ગીતો ગાતા પહેલાં ખૂબ સાવધ રહેવું જોઇએ, કારણ કે જે રીતે મારા ગીતોનું ડબિંગ થઈ રહ્યું છે, તેવી જ રીતે બાકીના સિંગર્સના ગીતોનું પણ ડબિંગ થઈ રહ્યું છે.

શાને ટેલીવિઝનના અનેક પૉપ્યુલર શો જેમ કે સારેગામાપા, સારેગામાપા લિટલ ચૅમ્પ્સ, સ્ટાર વૉઇસ ઑફ ઇન્ડિયા, સ્ટાર ઑફ ઇન્ડિયા 2, મ્યુઝિક કા મહામુકાબલા હોસ્ટ કર્યાં છે. મ્યુઝિક કા મહામુકાબલા શોમાં શાનની સ્ટાઇકર્સ ટીમે શંકર મહાદેવન સાથે કાંટાની સ્પર્ધા કરી પોતાને રનર-અપ જાહેર કર્યુ હતું. 2010માં શાનને છેલ્લી વખત આઇફામાં બેસ્ટ મેલ પ્લેબૅક સિંગરનો ઍવૉર્ડ મળ્યો. આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટના ગીત બહતી હવા સા થા વો... માટે આ ઍવૉર્ડ મળ્યો હતો. પછીથી શાન સિંગર્સની ભીડમાંથી ક્યાંક ખોવાઈ ગયાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X