શબાના આઝમીના હાથે ફ્રૅક્ચર, લાગ્યું પ્લાસ્ટર
મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી શબાના આઝમીના કાંડામાં ઈજા થવાના કારણે તેમના ડાબા હાથે ઓછામાં ઓછું 6થી 8 અઠવાડિયા માટે પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે.

શબાના આઝમીએ આઇફા ઍવૉર્ડ્સ 2013ની જાહેરાત અંગેની ઈવેંટ દરમિયાન જણાવ્યું - દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન મારા કાંડામાં ઈજા પહોંચી હતી અને હવે છથી આઠ અઠવાડિયા સુધી મારા ડાબા હાથે પ્લાસ્ટર રહેશે. શબાના આઝમી ત્રણ વર્ષ અગાઉ માર્ચ-2010માં પોતાના ઘરે સીડીમાં લપસીને પડી ગયા હતાં અને તેમનો ડાબો પગ ભાંગી પડ્યો હતો, પરંતુ શબાના આવા બનાવોનો ઉલ્લેખ મજાકમાં કરે છે.
શબાનાએ જણાવ્યું - ત્રણ વરસ અગાઉ મારો ડાબો પગ ભાંગ્યો હતો અને હવે ડાબુ કાંડુ ભાંગ્યુ છે, પણ મારૂ વિશ્વાસ કરજો કે ડાબેરી ભાંગફોડ માટે મારા ડાબેરી વલણ સાથે કોઈ સમ્બંધ નથી. તેમણે જણાવ્યું કે ગત વખતની જેમ આ વખતે વધારે મુશ્કેલી નહીં થાય શબાના કહે છે - મારુ કાંડુ ભાંગ્યું છે, પણ હું સરળતાથી ચાલી-ફરી શકુ છું. ફરહાન એટલે કે ફરહાન અખ્તર કહે છે કે ચાલો કમ સે કમ આપના કાંડાને થોડાક દિવસનો આરામ તો મળ્યો.












Click it and Unblock the Notifications
