IPL મેચ બાદ જ્યારે શાહરૂખ-અબરામને જોવા બેસી રહ્યા ફેન્સ...

આઇપીએલ મેચ બાદ મેદાનમાં મસ્તી કરતાં શાહરૂખ ખાન અને અબરામ, તમે પણ જુઓ આ ક્યૂટ તસવીરો.

શાહરૂખ ખાન તો સ્ટાર છે જે, પરંતુ તેમનો નાનકડો પુત્ર અબરામ એમનાથી પણ મોટો સ્ટાર છે. સ્ટારકિડ્સમાં અબરામ સૌથી વધુ પોપ્યુલર છે. આઇપીએલ મેચ હોય, શૂટિંગ હોય કે મંદિરે દર્શન કરવા જવાનું હોય, શારૂખ હંમેશા અબરામને પોતાની સાથે જ રાખે છે. આઇપીએલ મેચમાં ખેલાડીઓ ઉપરાંત લોકો અબરામને જોઇને પણ ખુશ થતાં રહે છે. એક રિસન્ટ આઇપીએલ મેચની અબરામ અને શાહરૂખની આ તસવીરો ખરેખર જોવા જેવી છે.

અબરામ અને શાહરૂખની રેસ

અબરામ અને શાહરૂખની રેસ

થોડા દિવસ પહેલાં જ ઇડન ગાર્ડનમાં આઇપીએલ મેચ જોવા આવેલ દર્શકોને એક સુંદર નજારો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન તેમનો પુત્ર અબરામ ખાન ઇડન ગાર્ડનના મેદાન પર દોડતાં નજરે પડ્યા હતા, જાણે એકબીજા સાથે રેસ ન લગાવતાં હોય...

મેચ પૂરી થયા બાદ....

મેચ પૂરી થયા બાદ....

દર્શકો મેચ પૂરી થઇ ગઇ હોવા છતાં પણ પોતાની સીટ છોડવા નહોતા માંગતા, કારણ કે મેદાન પરથી ખેલાડીઓની એક્ઝિટ થયા બાદ શાહરૂખ અને અબરામની એન્ટ્રી થઇ ગઇ હતી. લોકોને આ પિતા-પુત્રના કારનામા જોવામાં પણ મેચ જેટલો જ રસ હતો.

શાહરૂખ ખાનની એક ઝલક

શાહરૂખ ખાનની એક ઝલક

ખરેખર તો ફેન્સ મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે ત્યાં બેસી રહ્યાં હતા અને તે દરમિયાન તેમને આ સુંદર નજારો જોવા મળ્યો. મેદાન પર થોડે દુર સુધી શાહરૂખ અને અબરામ ચાલતા જોવા મળ્યા હતા, પરંતુ એટલામાં તો ફેન્સ જાણે ક્રેઝી થઇ ગયા હતા.

ફેન્સને ગ્રીટ કરતા શાહરૂખ

ફેન્સને ગ્રીટ કરતા શાહરૂખ

શાહરૂખ ખાન ફેન્સને ગ્રિટ કરવા માટે મેદાન પર દોડી રહ્યા હતા અને તેમની સાથે-સાથે જ પુત્ર અબરામ પણ જાણે તેના ફેન્સને ગ્રીટ કરતો હોય એ રીતે દોડતો જોવા મળ્યો હતો. શાહરૂખ દર વર્ષે આઇપીએલ મેચમાં અબરામને લઇને જ આવે છે.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X