શાહિદ કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ, જાણો બોક્સઓફિસ કલેક્શન

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ આ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 23.26 કરોડની કમાણી કરી છે.

શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ આ શુક્રવારે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 23.26 કરોડની કમાણી કરી છે. ફિલ્મે રવિવારે 8.54 કરોડનું કલેક્શન કર્યું. શાહિદ અને શ્રદ્ધા કપૂરના સ્ટારડમનો જોવામાં આવે તો ખુબ જ એવરેજ આંકડો છે. આ ફિલ્મે દર્શકો ઘ્વારા મિક્સ રીવ્યુ મળ્યા છે.

નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વીજળીની સમસ્યા પર આધારિત છે. ટોયલેટ એક પ્રેમ કથા પછી નિર્દેશકે ફરી એકવાર લોકો સામે સામાજિક મુદ્દો રાખ્યો છે. પરંતુ અહીં એન્ટરટેઈન્મેન્ટની ઉણપ સર્જાઈ ફિલ્મનું કન્ટેન્ટ દર્શકોને એટલું ગમ્યું નહીં. જેનું પરિણામ બોક્સઓફિસ પર સાફ જોવા મળી રહ્યું છે.

શાહિદ કપૂરની છેલ્લી ફિલ્મ પદ્માવત બોક્સઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કર્યો હતો. જયારે શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ સ્ત્રી પણ 100 કરોડ ઉપર કલેક્શન સાથે બ્લોકબસ્ટર રહી હતી. એવી પરિસ્થિતિમાં દર્શકોને બત્તી ગુલ પાસે ખુબ જ આશા હતી. પરંતુ ફિલ્મનું કલેક્શન એવરેજ રહ્યું.

20 દિવસ પછી પણ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોક્સઓફિસ પર મજબૂતી સાથે ટકેલી છે. ફિલ્મ અત્યારસુધીમાં 119 કરોડની કમાણી સાથે બ્લોકબસ્ટર બની ચુકી છે. આ વર્ષની 100 કરોડની ફિલ્મનું આખું લિસ્ટ નીચે જુઓ.

સંજૂ

સંજૂ

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. સંજુએ હવે 335 કરોડનું કલેક્શન કરી લીધું છે.

પદ્માવત

પદ્માવત

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતએ 300 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 2018 ની બીજી સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. પરંતુ મોટા બજેટને લીધે ફિલ્મ સૌથી વધુ નફાકારક સાબિત થઈ શકી નથી.

રેસ 3

રેસ 3

173 કરોડની સાથે સલમાન ખાનની રેસ 3 આ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડની ફિલ્મ છે. 150 કરોડના બજેટ પર બનાવવામાં આવેલી આ ફિલ્મ એવરેજ રહી છે.

બાગી 2

બાગી 2

ટાઇગર શ્ર્રોફની બાગી 2 એ 165 કરોડની કમાણી કરી લીધી છે. ઉપરાંત, બીજી સૌથી વધુ નફો કમાનારી ફિલ્મ પણ બની છે.

રાઝી

રાઝી

રાઝી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રાજીએ 121 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

સોનૂ કે ટીટૂ કી સ્વીટી

લવ રંજનની આ રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 109 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે.

ગોલ્ડ

ગોલ્ડ

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ પણ 110 કરોડ રૂપિયાની કમાણી સાથે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી ચુકી છે.

સ્ત્રી

સ્ત્રી

સ્ત્રી આ વર્ષે 100 કરોડ ક્લબમાં શામિલ થનાર ફિલ્મ પણ બની ચુકી છે. સ્ત્રીની કુલ કમાણી 119 કરોડ પહોંચી ગયી છે. આ ફિલ્મની કમાણી હજુ પણ ચાલુ છે

રેડ

રેડ

અજય દેવગણની ફિલ્મ રેડ માર્ચમાં રિલીઝ થઈ તેણે 101 કરોડનું કલેક્શન કર્યું. આ ફિલ્મ હિટ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X