શાહિદ કપૂરના સંગીતમાં શાહિદ કર્યો મીરા જોડે ડાન્સ, જુઓ ખાસ તસવીરો
સોમવારે, દિલ્હીમાં યોજાઇ બોલીવૂડ હાર્ટથ્રોબ શાહિદ કપૂર અને તેની વૂડ બી વાઇફ મીરા રાજપૂતની સંગીત સેરેમની.
જેમાં લાલ કૂર્તા અને મરુન નેહરુ જેકેટમાં શાહિદ લાગતો હતો સુપર હેન્ડસમ ત્યાં જ સામે પક્ષે યેલો અને ગોલ્ડન લહેગામાં મીરા લાગતી હતી કોઇ રાજકુમારી જેવી સુંદર.
નોંધનીય છે કે શાહિદના આ લગ્નમાં શાહિદનો ભાઇ, તેના પિતા પંકજ કપૂર અને માતા નીલીમાએ પણ હાજરી આપી સંગીતના આ ફંક્શનની મઝા માણી હતી.
ત્યારે આજે શાહીદ કપૂરના લગ્ન છે. ત્યારે તેના લગ્ન વિષે કેટલીક રોચક વાતો અને તેના સંગીતના કેટલાક ખાસ ફોટો જુઓ આ ફોટોસ્લાઇડરમાં....

શાહીદ અને મીરા લગાવ્યા ઠુમકા
શાહીદના જાણીતા સોંગ પર શાહીદ અને મીરાએ લગાવ્યા ઠુમકા. શાહિદે તેના સંગીત માટે લાલ કુર્તો અને નેહરુ જેકેટ પહેર્યું હતું. જ્યારે મીરા યેલો અને ગોલ્ડન લહેગામાં લાગતી હતી સુંદર.

શાહીદ પહોંચ્યો સંગીત સ્થળે
શાહીદ કપૂર તેના સાવકા ભાઇ ઇશાન ખટ્ટર સાથે પહોંચ્યો પોતાના સંગીતની પાર્ટીમાં.

સંગીતમાં જાનૈયા
જો કે શાહીદના લગ્નમાં તેનો તમામ પરિવાર હાજર રહ્યો હતો. જેમાં તેના માતા પિતા અને તેના સાવકા માતા-પિતા અને ભાઇ બહેનોએ પણ હાજરી આપી હતી.

શાહિદના ભાઇ-બહેન
સાથે જ શાહિદના સાવકા ભાઇ-બહેન એટલે કે પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકના બાળકો રુહાન અને સનાહ કપૂર પણ આ પ્રસંગે જોવા મળ્યા હતા.

શાહીદના ચહેરાની ચમક
તો બીજી બાજુ લગ્નની ખુશી શાહિદ કપૂરના ચહેરા પર ખાસ ચમકતી હતી. જરા વરરાજાનું આ મંદમંદ હાસ્ય તો જુઓ.

લગ્ન
ત્યારે આજે શાહિદ કપૂર, દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્નગ્રંથીએ બંધાશે. દિલ્હીની એક જાણીતી હોટલમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

લગ્નનું મેનુ
લગ્નના મેનુમાં શુદ્ધ શાકાહારી ભોજન હશે. કારણ કે શાહિદ અને મીરા બન્ને એક જ સંપ્રદાયમાં માને છે અને તે બન્ને શુદ્ધ શાકાહારી છે માટે તેમણે ભોજન પણ એજ પ્રમાણે રાખ્યું છે. વધુમાં જયપુરી ફેન્સી પાનનો સ્ટોલની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

બેચલર પાર્ટી
જો કે તેવું મનાતુ હતું કે ગ્રીસમાં શાહિદ તેની બેચલર પાર્ટી મનાવાનો હતો. જો કે શાહિદ કપૂરના ટાઇટ સીડ્યૂલના કારણે તેણે ગ્રીસની પોતાની આ બેચલર પાર્ટી કેન્સલ કરી છે.












Click it and Unblock the Notifications
