ત્રીજા સંતાનના પિતા બનનાર છે શાહરુખ-ગૌરી
મુંબઈ, 14 જૂન : હા જી, આશ્ચર્ય થયું ને... પણ આ સમાચાર મિડ ડેમાં પ્રસિદ્ધ થયાં છે કે મહોબ્બતના બાદશાહ શાહરુખ ખાન પુનઃ પિતા બનનાર છે, પણ તેઓ અને તેમના પત્ની ગૌરીને ત્રીજુ સંતાન સરોગેટ મધર વડે મળશે. કહે છે કે શાહરુખના પત્ની ગૌરીની ઇચ્છા હતી કે તેઓ સરોગેટ મધર વડે બાળક પ્રાપ્ત કરે.

છેલ્લા 22 વર્ષથી સફળ અને સુખી જીવન પસાર કરનાર લિવંગ બૉલીવુડ કલપ્સમાંના એક શાહરુખ-ગૌરીને ત્રીજુ સંતાન જુલાઈના પ્રથમ સપ્તાહમાં પ્રાપ્ત થઈ જશે. ડીએનએનના જણાવ્યા મુજબ શાહરુખ-ગૌરીએ સરોગેટ ચાઇલ્ડ માટે તે જ તબીબનો સમ્પર્ક કર્યો કે જેણે આમિર ખાન તથા કિરણ રાવને આવી ખુશી પ્રદાન કરી હતી. આમિર-કિરણને સરોગેટ મધર વડે જ પુત્ર આઝાદની પ્રાપ્તિ થઈ હતી.
નોંધનીય છે કે શાહરુખ-ગૌરીને લગ્નથી બે બાળકો છે આર્યન તેમજ સુહાના. તેમાં આર્યનની ઉંમર 14 વરસ તથા સુહાનાની ઉમર 13 વરસ છે. કહે છે કે ત્રીજુ બાળક કે જેની આશા ખાન પરિવાર કરી રહ્યો છે, તે પણ પુત્ર જ છે. બૉલીવુડના સૌથી સુખી પરિવારમાં શાહરુખ ખાન અને ગૌરી ખાનની ગણતરી થાય છે.
એમ તો હમ દો-હમારે દોના નિયમ મુજબ શાહરુખ-ગૌરી પાસે પુત્ર-પુત્રી તરીકે નાયાબ પુષ્પો છે. પછી તેમને ત્રીજા બાળકની જરૂરિયાત કેમ ઊભી થઈ તે વિચારવા યોગ્ય બાબત છે.












Click it and Unblock the Notifications
