ટ્વિટર પર અમિતાભ સામે પડકાર બનતાં શાહરુખ ખાન!
મુંબઈ, 4 ડિસેમ્બર : શાહરુખ ખાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોતાની બાદશાહત જમાવવાની સમ્પૂર્ણ તૈયારી કરી હોય તેવુ લાગે છે. શાહરુખના ટ્વિટર ફૉલોઅર્સની સંખ્યા તાજેતરમાં જ વધીને સાઇઠ લાખ થઈ ગઈ છે. ફૅન્સની સંખ્યામાં વધારો થતા શાહરુખે ટ્વીટ વડે પોતાના તમામ ફૅન્સનો આભાર વ્યક્ત કર્યો અને એમ પણ જણાવ્યું કે તેમના માટે તેમના ફૅન્સનો પ્રેમ સંખ્યામાં ન માપી શકાય. આ પ્રેમ તો અનમોલ છે.
બીજી બાજુ શાહરુખ ખાન ભલે ટ્વિટર ઉપર ફૉલોઅર્સની સંખ્યામાં સતત આગળ ધપી રહ્યો હોય, પરંતુ તેઓ નંબર વન મોસ્ટ ફૉલોડ બૉલીવુડ સેલિબ્રિટી નથી બની શક્યાં, કારણ કે આ સ્થાન ઉપર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સ્થાન જમાવીને બેઠા છે. જોકે જે ઝડપે શાહરુખ આગળ વધી રહ્યાં છે, તે જોતા સ્પષ્ટ છે કે તેઓ મહાનાયકને ખૂબ જ ટુંક સમયમાં આંબી પણ શકે છે.
શાહરુખ ખાનના ટ્વિટર ફૉલોઅર્સ હાલમાં 60 લાખ 8 હજાર 558 છે, તો બીજીબાજુ અમિતાભના ફૉલોઅર્સની સંખ્યા 73 લાખ 52 હજાર 861 છે. આમ જોઇએ તો કિંગ ખાન શહેંશાહ કરતા બહુ પાછળ નથી. તેમની વચ્ચેનો અંતર લગભગ 13 લાખનો જ રહી ગયો છે. દરમિયાન સલમાન ખાન અને આમિર ખાનનું સ્થાન અમિતાભ-શાહરુખ પછી આવે છે.
ચાલો આપને બતાવીએ ટ્વિટર ટૉપ 10 ફૉલોડ બૉલીવુડ સેલિબ્રિટીઓ :

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ટ્વિટર ફૉલોઅર્સની બાબતમાં શહેંશાહ છે. તેઓ નંબર વન છે. તેમના ફૉલોઅર્સની સંખ્યા 73 લાખ 52 હજાર 861 છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન ટ્વિટર ફૉલોઅર્સની બાબતમાં બીજા સ્થાને છે. જોકે તેમના ફૉલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તાજેતરમાં જ સંખ્યા 60 લાખને આંબી ગઈ છે. હાલમાં તેમના ફૉલોઅર્સનો આંકડો 60 લાખ 8 હજાર 558 છે કે જે અમિતાભ માટે મોટા પડકાર સમાન ગણી શકાય.

સલમાન ખાન
સલમાન ખાનનાટ્વિટર ફૉલોઅર્સની સંખ્યા 56 લાખ 42 હજાર 893 સુધી પહોંચી ગઈ છે અને તેઓ ત્રીજા સ્થાને છે. તેઓ પણ સતત શાહરુખનો પીછો કરી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરા
ફિલ્મો ચાલે કે ન ચાલે, પણ ટ્વિટર ઉપર અભિનેત્રીઓની બાબતમાં નંબર વન પ્રિયંકા ચોપરા છે કે જેમના ફૉલોઅર્સની સંખ્યા 51 લાખ 46 હજાર 383 કરતા વધુ છે. ઓવરઑલ લિસ્ટમાં પ્રિયંકાનું ચોથુ સ્થાન થાય છે.

આમિર ખાન
ધૂમ બૉય આમિર ખાન ટ્વિટર ફૉલોઅર્સની બાબતમાં પાંચમા સ્થાને છે. તેમના ફૉલોઅર્સની સંખ્યા 51 લાખ 16 હજાર 572 કરતા વધુ છે.

દીપિકા પાદુકોણે
આ વર્ષે સતત ચાર હિટ ફિલ્મો અને તેમાં પણ રામલીલા બાદ દીપિકા પાદુકોણેના ફૉલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેઓ પ્રિયંકા માટે પડકાર બની શકે છે. હાલ તેઓ 47 લાખ 88 હજાર 65 ફૉલોઅર્સ સાથે છઠા સ્થાને છે.

હૃતિક રોશન
ક્રિશ બૉય હૃતિક રોશન પણ 46 લાખ 47 હજાર 339 ફૉલોઅર્સ સાથે સાતમા સ્થાને છે.

અક્ષય કુમાર
બૉલીવુડના ખેલાડી બૉસ અક્ષય કુમાર ટ્વિટર ફૉલોઅર્સની બાબતમાં નથી ખેલાડી કે નથી બૉસ. એટલે જ તો તેઓ માત્ર 39 લાખ 39 હજાર 913 ફૉલોઅર્સ સાથે છેક આઠમા સ્થાને છે.

શાહિદ કપૂર
શાહિદની ફિલ્મો ભલે હિટ થાય કે ન થાય, પરંતુ ફિલ્મો સતત આવી જ રહી છે. એટલે જ તેમની ફૅન ફૉલોઇંગ વધી રહી છે અને હાલમાં તેઓ 33 લાખ 25 હજાર 173 ફૉલોઅર્સ સાથે નવમા સ્થાને છે.

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન પણ સતત ટ્વિટર પર સક્રિય રહે છે. એટલે જ ફિલ્મોમાં ઓછા સક્રિય અભિષેક બચ્ચન 32 લાખ 32 હજાર 364 ફૉલોઅર્સ સાથે દસમા સ્થાને જળવાયેલા છે.












Click it and Unblock the Notifications
