સલમાનનું આમંત્રણ શાહરુખે સ્વિકાર્યું, આપ્યો આ જવાબ

મુંબઇ, 19 સપ્ટેમ્બરઃ બૉલીવુડ માટે સારા સમાચાર છે કારણ કે બૉલીવુડ જગતના કરણ-અર્જૂન વચ્ચે ફરીથી મિત્રતાના બીજ રોપાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. પહેલા રમજાન મહિનામાં બન્ને એક બીજાને ગળે મળ્યા હતા, બાદમાં સલમાને બિગ બૉસના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે, શાહરુખ ખાન ઇચ્છે તો તે બિગ બૉસમાં આવીને પોતાની ફિલ્મને પ્રમોટ કરી શકે છે. સલમાન દ્વારા આ પ્રકારનું કહેવામાં આવ્યા બાદ શાહરુખે પણ કહ્યું છે કે, તે પોતાની ફિલ્મને બિગ બૉસમાં પ્રમોટ કરશે.

શાહરુખે કહ્યું કે, મને કોઇ વાંધો નથી સલમાનના રિયાલિટી શો પર મારી ફિલ્મનું પ્રમોટિંગ થાય. એસઆરકેએ વધુમા કહ્યું કે, ફિલ્મ( હેપી ન્યૂ યર)ને બનતા હજું વર્ષ લાગી જશે અને ફિલ્મને પ્રમોટ કરવા અંગે વિચારવાનું હજું બાકી છે, પરંતુ જો જરૂર પડી તો અમે ફિલ્મને બિગ બૉસમાં પણ પ્રમોટ કરીશું.

salman-shahrukh
તાજેતરમાં જ સલમાને પોતાના હિટ ટેલીવિઝન શો બિગ બૉસ 7 માટે યોજાયેલા પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું કે શાહરુખ ખાન ઇચ્છે, તો તેઓ પણ તેમના શો એટલે કે બિગ બૉસમાં આવી પોતાની ફિલ્મનું પ્રમોશન કરી શકે છે, જેવું બીજા સ્ટાર્સ કરે છે. સલમાનનું આટલું કહેવું મીડિયા માટે ઘણુ હતું અને તે પછી તો મીડિયાએ સલમાનને તમામ પ્રશ્નો શાહરુખ ખાન અંગે જ કર્યાં.

જોકે સલમાન ખાન ખૂબ જ સારા મૂડમાં હતાં, તેથી તેમણે વગર ગુસ્સે અને ઇરિટેશને તમામ સવાલોના જવાબ આપ્યાં. મીડિયાએ એમ પણ પૂછ્યું કે સલમાનનું એંજલ રૂપ કંઈક વધુ જ નજરે પડી ર્યું છે. સલમાન લોકોને ગોળે લગાવે છે, દોસ્તી કરે છે. આના જવાબમાં સલમાને મીડિયાનો ઇશારો સમજતાં રમઝાન પ્રસંગે શાહરુખને ગળે ભેંટવાની વાતનો જવાબ આપતા જણાવ્યું કે આપ કોઈની નજીકથી પસાર થતા હોવ, તો તેને ગળે ન લગાડવું ખોટું કહેવાય. તેથી અમે એક-બીજાને ભેંટ્યાં. સલમાને આ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન મીડિયાની પણ ખૂબ ખિંચાઈ કરી. સાથે જ તેમણે તે તમામ પ્રશ્નોના ઉત્તર પણ આપ્યાં કે અગાઉ જેને સાંભળી તેઓ ભડકી ઉઠતા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X