રોહિતના ખાસ મહેમાનો : અજય, સલમાન અને શાહરુખ
મુંબઈ, 9 નવેમ્બર : ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના બહેન મહક શેટ્ટીનાં ટુંકમાં જ લગ્ન થવાનાં છે. મહકના લગ્ન ડિઝાઇનર નવીન શેટ્ટી સાથે થવા જઈ રહ્યાં છે અને આ લગ્નમાં ભાગ લેવા રોહિતે બૉલીવુડનાં કેટાંક ખાસ મહેમાનો બોલાવ્યાં છે. આ ખાસ મહેમાનોમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અજય દેવગણનો પણ સમાવેશ થાય છે. એટલે કે સન ઑફ સરદાર અને જબ તક હૈ જાનના લીડ એક્ટર્સ.
સૌ જાણે છે કે રોહિત શેટ્ટી બૉલીવુડના તમામ મોટા-મોટા સિતારાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભલે તે શાહરુખ હોય કે સલમાન. આ સાથે જ રોહિત અજય, અભિષેક બચ્ચન અને અક્ષય કુમારના પણ સારા મિત્ર છે. તેથી આશા સેવાય છે કે સન ઑફ સરદારના અજય-સલમાન અને જબ તક હૈ જાનના શાહરુખ ત્રણેય એક્ટર્સ રોહિતના બહેનના લગ્ન સમારંભમાં હાજર રહેશે. રોહિત અને શાહરુખ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના સેટ પર મિત્રો બન્યા હતાં અને રોહિતે મહકના લગ્નના પગલે કેટલાંક સમય માટે શુટિંગ ટાળી દીધી હતી.
શાહરુખ હાલ તો મુંબઈથી બહાર પોતાની ફિલ્મ જેટીએચજેના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ મહકના લગ્ન સમારંભમાં હાજરી આપવા તેઓ ટુંકમાં જ મુંબઈ આવશે. બીજી બાજુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અજય દેવગણને રોહિતના સૌથી નજીકનાં મિત્ર ગણવામાં આવે છે. રોહિતે પોતાના કૅરિયરની શરુઆતની મોટાભાગની ફિલ્મો અજય સાથે કરી છે. તેમાંથી પાંચ ફિલ્મો સુપર હિટ રહી છે. અજય પણ મહકને પોતાની બહેનની જેમ જ ગણે છે. તેથી તેમનું આ લગ્ન સમારંભમાં આવવું નક્કી જ છે.
રોહિતના પિતા સલમાન ખાનના પિતાના સારા મિત્ર છે અને સલમાન પણ રોહિતના મિત્રની જેમ જ છે, તો તેઓ પણ આ લગ્ન સમારંભમાં મહેમાન બની શકે છે. હવે જોવું એ છે કે જ્યારે એસઓએસ અને જેટીએચજેના એક્ટર્સ એક સાથે આ પાર્ટીમાં આવશે, તો કેવાં દૃશ્યો સર્જાશે ? સાથે જ સલમાન અને શાહરુખ જ્યારે એક-બીજાની સામે આવશે, તો તેમનું કેવું રિએક્શન હશે ? જાણવા માટે ઇંતેજાર કરો મહકના લગ્નનો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?











Click it and Unblock the Notifications
