Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સો કરોડ ક્લબ મુદ્દે રોષે ભરાયાં શાહરુખ

મુંબઈ, 2 નવેમ્બર : શાહરુખ ખાનની ફિલ્મોએ અત્યાર સુધી અનેક બૉક્સ ઑફિસ રેકૉર્ડ તોડ્યાં છે, પરંતુ એવું લાગે છે કે શાહરુખ 100 કરોડના ટ્રેન્ડ અંગે વાત કરવાનું પણ પસંદ કરતાં નથી. તાજેતરમાં જ શાહરુખ ખાને પોતાની ફિલ્મ જબ તક હૈ જાન અંગેની પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન ફિલ્મની 100 કરોડ ક્લબમાં એન્ટ્રીના મુ્દે ગુસ્સો જાહેર કર્યો હતો.

Shahrukh Khan

શાહરુખ ખાને જણાવ્યું - મારી સમજમાં નથી આવતું કે લોકો (મીડિયા) કાયમ દરેક વસ્તુને નંબરના ટર્મ્સમાં કેમ પારખવા માંગે છે. આપ લોકોએ 10 કરોડના ટર્મને કઈંક વધુ જ ગંભીરતાથી લઈ લીધું છે. શું છે 100 કરોડ? માત્ર એક નંબર. કોઈ પણ માણસના એક સારી ફિલ્મ બનાવવા પાછળના અહેસાસોને આપ કઈ રીતે નંબર્સ દ્વારા માપી શકો? દરેક વસ્તુને કેમ નંબર આપી શકાય? ટુંકમાં જ એવો સમય આવશે કે જ્યારે આપ પોતાના બાળકોને નામ આપવાની જગ્યાએ નંબર આપવા લાગશો.

એટલું જ નહિં, શાહરુખ ખાને આગળ જણાવ્યું - દાખલા તરીકે જો અનુષ્કાએ ગઈકાલે એક બાળકને જન્મ આપ્યો, તો આપ શું ઇચ્છો છો કે તે પોતાના બાળકને નામ આપવાની જગ્યાએ એક નંબર આપે? શું તેઓ પોતાના બાળકનું નામ 10,45,567 શર્મા રાખશે? વ્યક્તિગત રીતે મારા માટે નંબરના કોઈ મહત્વ નથી. હું બૉલીવુડમાં છેલ્લા 22 વરસથી છું. મેં સારા-નરસાં બંને પ્રકારના દિવસો જોયાં છે. મેં એક કલાકાર તરીકે પૈસો અને ઇજ્જત બંને કમાવ્યાં છે અને એક સમય બાદ આ વસ્તુઓ મને અસર નથી કરતી અને બીજાને પણ અસર ન જ કરવી જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X