હાફિઝ સઈદે પાક બોલાવતાં શાહરુખ મુશ્કેલીમાં

Hafiz-Shahrukh
મુંબઈ, 28 જાન્યુઆરી : વારંવાર પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ અંગે હકારાત્મક નિવેદનોએ બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન માટે નવી મુશ્કેલી ઊભી કરી દીધી છે. હકીકતમાં મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇંડ તથા આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના મુખિયા હાફિઝ સઈદે શાહરુખ ખાને પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તે ભારત પ્રત્યે જેટલી નફરત ધરાવે છે, તેટલો જ શાહરુખ પ્રત્યે પ્રેમ ધરાવે છે.

હાફિઝ સઈદે એક પાકિસ્તાની ટેલીવિઝન ચૅનલને આપેલ ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે શાહરુખ ખાન જો પાકિસ્તાન આવે, તો તેમને અહીં ખૂબ સન્માન મળશે. જો તેઓ ભારતમાં અસલામતી અનુભવતા હોય અને તેઓ ઇચ્છે તો અહીં શિફ્ટ થઈ શકે છે. સઈદે જણાવ્યું - અમે હંમેશા શાહરુખનું સન્માન કરીશું.

હકીકતમાં તાજેતરમાં એક મૅગેઝીનને આપેલ ઇન્ટર્વ્યૂમાં શાહરુખે જણાવ્યું હતું - ક્યારેક-ક્યારેક તેમને ખૂબ ખરાબ લાગે છે કે જ્યારે કેટલાંક નેતા મારા અંગે ખોટી વાતો કહે છે કે પછી મુસલમાનોને દેશપ્રેમી નથી સમજતાં.

બસ, શાહરુખનું આ જ નિવેદન સઈદે ઝડપી લીધું અને શાહરુખ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. આપને જણાવી દઇએ કે શિવસેનાના પૂર્વ સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેએ પોતાની હયાતી દરમિયાન કાયમ પાકિસ્તાની ખેલાડીઓનો વિરોધ કર્યો હતો. જ્યારે પણ પાકિસ્તાન પક્ષે કોઈ કશુંક બોલે કે ઠાકરે તેમની ટીકા કરવાનું નહોતા ચૂકતાં. ઠાકરેની યાદીમાં શાહરુખનો પણ સમાવેશ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X