શાહરુખથી લઈ દીપિકા સુધી સૌએ કહ્યું શેક યોર બૂટિયા...

મુંબઈ, 22 ઑક્ટોબર : ગીતો હંમેશા બૉલીવુડ ફિલ્મોનો જાન રહ્યા છે. જોકે જૂની ફિલ્મોના ગીતોના બોલમાં જે લાગણીઓથી ભરેલા સુંદર શબ્દોનો ઉપયોગ થતો હતો, તેવો આજકાલના ગીતોમાં જોવા નથી મળતો. ઉલ્ટાનું આજકાલના અનેક ગીતો તો અર્થ વગરના હોય છે. તે માત્ર પાર્ટીઓનો ભાગ હોય છે કે જેમાં ખૂબ શોર અને સંગીત જ સંભળાય છે.

ગીતના બોલની વાત કરીએ, તો અગાઉ ગીતોના બોલ હીરોઇનોની સુંદર આંખો, હોઠો, કમર, હરણી જેવી ચાલ વિગેરે પર આધારિત હોતા હતાં, પરંતુ હવે મૉડર્ન જમાનામાં ગીતના બોલ પણ વધુ મૉડર્ન બનતા જાય છે. તાજેતરની કેટલીક ફિલ્મોમાં બૂટિયા એટલે કે હિપ્સ શબ્દનો ઉપયોગ બિંદાસ્ત રીતે વધ્યો છે.

તો આવો બતાવીએ બૉલીવુડના કેટલાક શેક યોર બૂટિયા ગીતોની એક ઝલક :

શેક યોર બૂટિયા...

શેક યોર બૂટિયા...

દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂરની ફિલ્મ ફાઇંડિંગ ફૅનીમાં આખી સ્ટારકાસ્ટ એટલે કે દીપિકા, અર્જુન, નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કાપડિયા તથા પંકજ કપૂર ઉપર શેક યોર બૂટિયા ગીત શૂટ કરાયું છે. આ ગીતમાં સૌ મળી પોતાની બૂટિયા એટલે કે હિપ્સ શેક કરી રહ્યા છે.

ઇંજન કી સીટી પે મારા બમ ડોલે...

ઇંજન કી સીટી પે મારા બમ ડોલે...

સોનમ કપૂર અને ફવાદ ખાનની ફિલ્મ ખૂબસૂરતમાં સોનમ પર એક ગીત શૂટ કરાયું છે. તેના બોલ છે ઇંજન કી સીટી પે મારા બમ ડોલે... આ ગીતમાં સોનમ કપૂર પોતાના બમ હિપ્સ શેક કરી રહ્યા છે.

શેક યોર બૂટી...

શેક યોર બૂટી...

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બલવિંદર સિંહ ફૅમસ હો ગયામાં સન્ની લિયોન પર એક ગીત શૂટ કરાયુ કે જેના બોલ હતાં શેક યોર બૂટી. ગીત મીકા સિંહે ગાયુ હતું.

ટૂં ટૂં...

ટૂં ટૂં...

કરીના કપૂરે પોતાની ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંમાં એક ગીત શૂટ કર્યુ હતું કે જેના બોલ હતાં ટૂં ટૂ... તેનો અર્થ છે હિપ્સ. આ ગીતમાં કરીનાએ પણ પોતાની ટૂં ખૂબ જ સેક્સી રીતે મટકાવી હતી.

વન ટૂ થ્રી ફૉર...

વન ટૂ થ્રી ફૉર...

ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાને પણ વન ટૂ થ્રી ફૉર... ગીતમાં પૂરા ગ્રુપ સાથે પોતાની બૂટિયા શેક કર્યુ હતું.

બટ પટલો...

બટ પટલો...

ઓ તેરી ફિલ્મમાં પુલકિત સમ્રાટ અને બિલાલ અમરોહી પર શૂટ કરાયેલ ગીત બટ પટલો...માં પણ સૌ બૂટિયા શેક કરતા દેખાયા હતાં.

બમ પે લાત...

બમ પે લાત...

સાજિદ ખાનની ફિલ્મ હિમ્મતવાલામાં અજય દેવગણ તથા તમન્ના ભાટિયા પર શૂટ કરાયેલ ગીત બમ પે લાત... માં પણ કંઇક આવા જ દૃશ્યો હતા.

હવણ કરેંગે...

હવણ કરેંગે...

ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તરે હવણ કરેંગે... ગીતમાં મસ્ત થઈ પોતાની બૂટિયા મટકાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X