ઓછું થયું દર્દ, શાહરુખના દુઃખની ફૂટી ‘દહી-હાંડી’
જન્માષ્ટમી મહોત્સવને લઇને દેશભરમાં કન્હૈયાના જન્મની ઉજવણી કરવામાં આવી. મુંબઇની વાત કરવામાં આવે તો, 29 ઑગસ્ટના રોજ શહેરભરમાં દહી હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન અનેક સ્થળોએ સામાજિક સંદેશાઓ અપાતો હોવાનું જોવા મળ્યું તો ક્યાંક દેશમાં હાલ જે મુદ્દાઓએ દેશની સ્થિતિને ડ્હોળી છે, તેના વિરુદ્ધ વિરોધ પ્રગટ કરતા સંદેશોઆ પણ જોવા મળ્યા, જો કે, આ બધાની વચ્ચે ગઇ કાલે દેશ માટે મોટી સફળતા અને ખુશીના સમાચાર બન્યા તો બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન માટે રાહતના.
તમને કદાચ થતું હશે કે આ તે વળી કેવું કનેક્શન પરંતુ, ગઇ કાલે સતત સમાચારોમાં રહેલા આતંકવાદી યાસિન ભટકલની નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. જેને 12 રાજ્યોની પોલીસ છેલ્લા ઘણા સમયથી શોધી રહી હતી અને તેના પર લાખોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને ગુજરાત સહિતના રાજ્યો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી શકે છે, કારણ કે અમદાવાદમાં થયેલા વિસ્ફોટ સહિત અનેક વિસ્ફોટમાં તેનું નામ જોડાયું છે અને સૂત્રો પ્રમાણે તેણે આ વિસ્ફોટની જવાબદારી સ્વિકારી હોવાનું પણ જાણવા મળે છે.
યાસિન ભટકલની ધરપકડ એ દેશ માટે આતંકવાદ વિરોધી અભિયાનમાં એક મહત્વના પગલા સમાન ગણી શકાય છે. કારણ કે યાસિન પાસેથી અનેક એવી માહિતીઓ આપણી તપાસ એજન્સીઓને જાણવા મળી શકે છે, જેનાથી પાડોસી દેશ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કેવા પ્રકારની આતંકી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. જો કે, આ બધાની વચ્ચે બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન માટે યાસિન ભટકલની ધરપકડ એક સુખદ પળ સાબિત થઇ રહ્યાં હશે.
હવે તમે વિચારી રહ્યાં હશો કે યાસિન ભટકલની ધરપકડથી શાહરુખ ખાનને શાની રાહત. તો તમારી આ મુઝવણને દૂર કરવા માટે એક પછી એક તસવીરો નિહાળો.

યાસિનની ધરપકડથી દેશ ખુશ
ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી યાસિન ભટકલથી આજે દેશભરમાં ખુશીનો માહોલ છે. જે લોકોએ આતંકવાદી હુમલાઓમાં પોતાના સ્નેહીજનોનો ગુમાવ્યા છે, તેમના હૃદયને મહદઅંશે આજે શાંતિ મળી હશે.

શાહરુખ ખાન અન્યો કરતા વધુ ખુશ
જો કે, અન્ય ભારતીયોની સરખામણીએ બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન વધારે ખુશ છે. તેની પાછળનુ કારણ એ છે કે, કર્ણાટકના ભટકલ ગામમાં જન્મેલો યાસિન ભટકલ પોતાની ઓળખ છુપાવવા માટે જાણીતો હતો તે પોતાની ઓળખ છુપાવવા માટે અનેક નામો રાખતો હતો. જેમાનું એક નામ શાહરુખ પણ હતું.

યાસિન ભટકલનું એક નામ શાહરુખ પણ
યાસિન ભટકલ પોતાની ઓળખ છૂપાવવા માટે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પોલીસથી બચવા વિવિધ નામોનો સહારો લેતો હતો. જેમાનું એક નામ શાહરુખ હતું, જેના કારણે શાહરુખે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

શાહુરખને સહવી પડી મુશ્કેલી
યાસિન દ્વારા શાહરુખ નામનો ઉપયોગ કરવામાં આવતા બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. શાહરુખ જ્યારે પણ વિદેશના પ્રવાસે જતો ત્યારે તેને એરપોર્ટ પર રોકી દેવામાં આવતો હતો અને કલાકો સુધી એરપોર્ટ પર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યા બાદ ક્યાંક જઇ શકતો હતો.

હવે શાહરુખે નહીં કહેવું પડે આઇ એમ નોટ એ ટેરેરિસ્ટ
તમને શાહરુખની એક ફિલ્મ ‘માઇ નેમ ઇઝ ખાન' રજૂ થઇ હતી, આ ફિલ્મના પ્રમોશન વખતે અનેક વિવાદોનો સામનો શાહરુખ ખાને કરવો પડ્યો હતો. અમેરિકામાં એક એરપોર્ટ પર શાહરુખ ખાનને રોકવામાં આવ્યો ત્યારે શાહરુખ ખાને કહ્યું હતું કે માઇ નેમ ઇઝ ખાન, આખુ નામ પૂછવામાં આવ્યા બાદ શાહરુખ ખાનને ઇન્ટ્રોગેશનમાં લઇ જવામાં આવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મ દરમિયાન પોતાના આ દુઃખને રજૂ કરતા શાહરુખે આડકતરી રીતે કહીં પણ દીધું હતું કે માઇ નેમ ઇઝ રાહુલ અને આઇ એમ નોટ એ ટેરેરિસ્ટ. જો કે હવે શાહરુખે આવું કહેવું નહીં પડે.

મુંબઇમાં દહી હાંડી કાર્યક્રમમાં શાહરુખ ખાન
મુંબઇમાં ઘાટકોપર ખાતે એક દહી હાંડી કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાને હાજરી આપી હતી અને ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
