શાહરુખે મદદ કરી ઝિલમિલના પાત્રને સાકાર કરવામાં - પ્રિયંકા

શાહરુખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં શાહરુખ ખાનનું પાત્ર પણ મહદ અંશે ઝિલમિલને મળતું આવતું હતું અને તેથી જ પ્રિયંકાએ આ પાત્ર ભજવતા અગાઉ શાહરુખ પાસેથી માય નેમ ઇઝ ખાનના પાત્ર સાથે જોડાયેલ ઘણી માહિતીઓ લીધી હતી.
શાહરુખ ખાનની મદદના બદલામાં તેમનો આભાર વ્યક્ત કરતા પ્રિયંકાએ ટ્વિટ કર્યું, ‘થેંક્સ ટુ શાહરુખ. તેમણે માય નેમ ઇઝ ખાનની રિસર્ચ મને આપી. આપે મને ઝિલમિલ અંગે વિચારવાનો અભિગમ આપ્યો. વધુ એક અહેસાન.'
નોંધનીય છે કે કેટલાંક દિવસ અગાઉ જ શાહરુખ ખાને પ્રિયંકાના આલબમ ઇન માય સિટીના વખાણ કરતાં ટ્વિટ કર્યુ હતું કે પ્રિયંકા ઉપર બધાને ગૌરવ છે. હવે પ્રિયંકા ઇંટરનેશનલ બની ગઈ છે. આલબમ બાદ તાજેતરમાં જ શાહરુખે બર્ફીમાં પ્રિયંકાની એક્ટિંગના પણ વખાણ કર્યાં અને હવે આખરે પ્રિયંકાએ એમ જણાવી જ દીધું કે ઝિલમિલનું પાત્ર ભજવવામાં શાહરુખે તેની ઘણી મદદ કરી હતી.
શાહરુખ અને પ્રિયંકાની મૈત્રી તો ઘણા વખતથી ચર્ચામાં છે, પણ જ્યારે બંને વચ્ચેની નજદીકીઓ વધવા લાગી, તો શાહરુખની પત્ની ગૌરીને તેમની મિત્રતા કઈંક જામી નહીં અને આખરે ડૉન તેમજ જંગલી બિલ્લીની મિત્રતા કેટલાંક સમય માટે બેકસ્ટેજ જતી રહી હતી, પરંતુ હવે ફરી એક વાર શાહરુખ અને પ્રિયંકાની મિત્રતા ચગી છે. તો હવે શાહરુખ ભાઈ જરા બચકે... ક્યાંક ગૌરીને ફરીથી મનાવવાની નોબત ન આવી જાય.












Click it and Unblock the Notifications
