આર્મી મૅનનો રોલ કરી ગૌરવ અનુભવતાં શાહરુખ
મુંબઈ, 3 નવેમ્બર : આગામી 13મી નવેમ્બરે કિંગ ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝિંગ અંગે આતુર શાહરુખ ખાને જણાવ્યું કે તેઓ આ ફિલ્મમાં આર્મી મૅનની ભૂમિકા ભજવી ખૂબ ખુશ છે. તેમને લાગે છે કે તેમની આ ફિલ્મ આર્મીની લોકપ્રિયતામાં હજુ વધારો કરશે. શાહરુખે જણાવ્યું - હું આર્મી મૅનનો રોલ કરી ગૌરવ અનુભવી રહ્યો છું.

શાહરુખે જણાવ્યું કે એમ તો સેનાની ત્રણે પાંખો સાથે કોઈ મુકાબલો ન થઈ શકે. તેમની આગળ માથું આપોઆપ ઝુકી જાય છે. જો તેમની ફિલ્મ જોયાં બાદ જો દેશનો કોઈ યુવાન આર્મીમાં જોડાવા પ્રેરાય, તો તેમને લાગશે કે તેમની મહેનત સફળ થઈ ગઈ.
આપને જણવી દઇએ કે યશ ચોપરા દિગ્દર્શિત છ્લેલી ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ ઉપરાંત કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મમાં ગીતો ગુલઝારનાં છે, તો સંગીત એ. આર. રહેમાનનું છે. ફિલ્મને પોતાના હૃદયની નજીક જણાવતાં યશ ચોપરાને યાદ કરતાં કિંગ ખાન ખૂબ જ લાગણીશીલ બની જાય છે. શાહરુખે જણાવ્યું કે મને આજે પણ લાગે છે કે તેઓ મારી આસપાસ જ છે અને હમણાં આવીને મારી સાથે વાત કરશે.












Click it and Unblock the Notifications
