શાહરુખે મોકલ્યું સલમાનને ઇફ્તાર પાર્ટીનું નિમંત્રણ!
મુંબઈ, 30 જુલાઈ : સાંભળીને કદાચ એક વાર તો આશ્ચર્ય થશે, પણ જો આ સાચું હોય તો સાચે જ કોઇક મોટા બ્રેકિંગ ન્યૂઝ કરતાં ઓછું નથી કે શાહરુખ ખાને સલમાન ખાનને પોતાના ઘરે 1લી ઑગસ્ટે યોજાનાર ઇફ્તાર પાર્ટીનું આમંત્રણ મોકલ્યું છે. શાહરુખ ખાન 1લી ઑગસ્ટે દુબઈ ખાતે આવેલ પોતાના ઘરે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યાં છે અને આ પાર્ટી માટે તેમણે પોતાના પરિવાર સાથે તમામ મિત્રોને પણ નિમંત્રણ આપ્યું છે.

આ પાર્ટી અંગે હજી અત્યાર સુધી કોઈને માહિતી નથી અને કોઈ પણ આ બાબતે ટિપ્પણી કરવાનું ટાળી રહ્યું છે કે સાચે જ શાહરુખે સલમાનને આમંત્રણ આપ્યું છે કે નહિં? પણ સૂત્રોના જણાવ્યા મુજબ શાહરુખે 1લી યોજાનાર પાર્ટીમાં બોલાવવા ધારેલ મહેમાનોની યાદીમાં સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. હવે આ સમાચાર કેટલાં સાચા છે, તે તો 1લી ઑગસ્ટના રોજ જ ખબર પડશે, પણ હાલ તો સૌ આ બાબતથી ખુશ અને આશ્ચર્યમાં છે કે શું સાચે જ શાહરુખ ખાન અને સલમાન ખાન એક-બીજાના મિત્ર બની ગયાં છે.
નોંધનીય છે તાજેતરમાં જ ધારાસભ્ય બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન સાથે ભેટી સંબંધોની કડવાશ ઓછી કરવાના સંકેત આપનાર શાહરુખ ખાન અંગે ચર્ચાઓ છે કે તેઓ પોતાની પાર્ટીમાં સલમાન ખાનને બોલાવશે.












Click it and Unblock the Notifications
