શાહરુખ અંગે ખોટી વાત સહન નહીં કરુ : સલમાન
મુંબઈ, 9 જાન્યુઆરી : સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે વિવાદના સમાચારો કાયમ હૅડલાઇન્સમાં રહે છે, પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી કહેવાય છે કે બંને ખાનો ફરીથી મૈત્રી કરવાના મૂડમાં છે. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે એ તો કોઈ નથી જાણતું, પરંતુ પરિસ્થિતિ જે દેખાય છે, તે સાચે જ આ તરફ જ ઇશારો કરી રહી છે કે હવે સલમાન ખાન શાહરુખ પ્રત્યે થોડુંક કુણું વલણ ધરાવતાં થયાં છે.

તાજેતરમાં જ બિગ બૉસ શોમાં શાહરુખ ખાન માટે ઇમામની ક્લાસ લેનાર સલમાન ખાને નવભારત ટાઇમ્સ સાથે વાતચીત કરતાં જણાવ્યું - મને ખોટી બાબત સહન નથી થતી. શાહરુખનો બૉલીવુડમમાં પોતાનો એક જુદો મુકામ છે. તેણે પોતાની મહેનતના બળે ઘણુ બધુ હાસલ કર્યું છે. એવામાં કોઈ પણ તેમના અંગે ખોટી વાત કરી ક્રેડિટ લે, તે મને બર્દાશ્ત નથી. ભલે અમારી વચ્ચે બનતું ન હોય, પરંતુ તેનો મતલબ એ નથી કે હું તેમના વિશે ખોટી વાત સહન કરુ.
આપને જણાવી દઇએ કે ઇમામ સિદ્દીકીએ બિગ બૉસમાં સલમાન ખાનને જણાવ્યુ હતું કે શાહરુખને ફિલ્મ જગતમાં જળવાઈ રહેવા માટે પ્રથમ તક તેમણે આપી હતી. તે અંગે સલમાને તેમની ક્લાસ લઈ લીધી હતી. સલમાને જણાવ્યુ હતું કે આપ ખોટું બોલી રહ્યાં છે. શાહરુખ જે કંઈ છે, તેમના બળે છે. તેમને કોઈની જરૂર નથી.












Click it and Unblock the Notifications
