કેબીસીના સેટ પર ઠુમકાં લગાવશે શાહરુખ-કૅટ-અમિતાભ
મુંબઈ, 29 ઑક્ટોબર : કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે આગામી 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ યશ ચોપરાની આ છેલ્લી ફિલ્મ હતી, તો બીજી બાજુ આ ફિલ્મ વડે લાંબા ગાળા બાદ કિંગ ખાન રોમેન્ટિક ફિલ્મમાં કમબૅક કરી રહ્યાં છે.

જબ તક હૈ જાન ફિલ્મ શાહરુખ માટે બહુ જ મહત્વ ધરાવે છે કારણ કે એક બાજુ આ ફિલ્મ તેમના પિતાતુલ્ય યશજીએ દિગ્દર્શિત કરી છે, તો બીજી બાજુ આ ફિલ્મની સફળતા તેમજ નિષ્ફળતા શાહરુખના કરિયરને પણ નવી દિશા આપી શકે છે. શાહરુખનું કરિયર લાંબા ગાળાથી એક હિટ ફિલ્મ માટે તલસી રહ્યું છે.
તેથી જ શાહરુખ ફિલ્મના પ્રમોશનમાં પુરતો જોર લગાવવાં તૈયાર છે. આ જ ક્રમે શાહરુખ 4થી નવેમ્બરે કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીના સેટ ઉપર ખૂબસૂરત કૅટરીના કૈફ સાથે નજરે પડશે. કેબીસીના સેટે તેઓ પોતાની ફિલ્મ જબ તક હૈ જાનનું પ્રમોશન તો કરશે જ, સાથે ગંગનમ ગીત ઉપર કૅટ અને અમિતાભ બચ્ચન સાથે મળી ઠુમકાં પણ લગાવશે. આ શોનું પ્રસારણ 4થી નવેમ્બરની રાત્રે થશે.
ઉલ્લેખનીય છે કે જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ-કૅટરીના ઉપરાંત અનુષ્કા શર્મા પણ છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે અને ગીત ગુલઝારના છે. ફિલ્મ દીવાળીના દિવસે રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
