કૅટના દીવાના શાહરુખ, નારાજ ના થઈ જાય સલમાન ?

અમદાવાદ, 8 નવેમ્બર : બૉલીવુડના કિંગ ઑફ રોમાંસ શાહરુખ ખાન ઉપર લાખો છોકરીઓ મરી પરવારે છે. તેમની રોમાન્ટિક ફિલ્મો જોઈ તેમની દીવની થઈ જાય છે. એટલું જ નહિં, પણ બૉલીવુડની હસીનાઓ પણ શાહરુખ સાથે રોમાન્ટિક પાત્ર ભજવવા અંગે ખૂબ ઉત્સાહિત રહે છે. તેમની સાથે રોમાંસ કરવાનું સ્વપ્ન તો હૉલીવુડની અભિનેત્રીઓ પણ સેવે છે, પરંતુ લાખોના ચહેતા શાહરુખ આજકાલ કોઈ બીજી છોકરીના જ દીવાના બની ગયાં છે અને તે કોઈ બીજું નહિં, પણ સલમાન ખાનના સો કૉલ્ડ નજીકના મિત્ર કૅટરીના કૈફ છે.

jab tak hai jaan

શાહરુખ ખાનનો રેકૉર્ડ રહ્યો છે કે તેમની સાથે કામ કરનાર દરેક એક્ટ્રેસ તેમને પ્રેમ કરવા લાગે છે. શાહરુખનો ચાર્મ જ કઈંક એવો છે. હવે શાહરુખની દીવાની બૉલીવુડ હસીનાઓમાં કૅટરીના કૈફનો પણ સમાવેશ થઈ ગયો છે. એક બાજુ કૅટરીના પોતાની જબ તક હૈ જાન ફિ્લમના પ્રમોશન દરમિયાન દરેક જગ્યાએ શાહરુખના વખાણ કરી રહ્યાં છે, તો બીજી બાજુ શાહરુખ પણ કૅટરીના અને અનુષ્કા શર્માના વખાણ કરતાં નથી થાકતાં. શાહરુખે તો પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર સુદ્ધા કૅટરીના અને અનુષ્કાની પ્રશંસા કરી છે.

તાજેતરમાં જ શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ કૅટરીનાને નોસલ ડ્રૉપ્સ કહી બોલાવે છે, કારણ કે જે રીતે તેઓ પોતાના નોસલ ડ્રૉપ્સથી ટેવાયેલાં છે, તેવી જ રીતે હવે કૅટરીના કૈફના પણ તેઓ આદી થઈ ગયાં છે. સાથે જ તેમણે જણાવ્યું કે તેઓ કૅટરીના સાથે ખૂબ પ્રેમ કરે છે. તેથી તેઓ તેમને પોતાનું નોસલ ડ્રૉપ્સ કહી બોલાવે છે. હવે આપ જ વિચારો કે શાહરુખનું નોસલ ડ્રૉપ્સ એટલે કે કૅટરીના પ્રત્યે આ પ્રેમ ક્યાંક સલમાનની નાકે દમ ના લાવી દે. શાહરુખની આ દીવાનગી જોઈ સલમાન ખાનની શુ પ્રતિક્રિયા રહે છે, તે જોવાની વાત રહેશે, પરંતુ આપણે તો એટલું જ કહીશું કે જબ તક હૈ જાન, હિટ છે કૅટ-શાહરુખ ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X