Pics : આઈપીએલ છોડી વૅનકુવર ઉપડ્યાં શાહરુખ

મુંબઈ, 5 એપ્રિલ : ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ફિલ્મ ઍવૉર્ડ્સમાં ભાગ લેવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓનો વૅનકુવર તરફનો પ્રવાહ ચાલુ છે અને શાહરુખ ખાન પણ આઈપીએલ છોડી વૅનકુવર ઉપડી ગયાં છે.

ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ કૅનેડામાં વૅનકુવરનના બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાશે. ઍવૉર્ડ્સ સમારંભને શ્યામક દાવર કોરિયોગ્રાફ કરવાનાં છે. આ ઈવેન્ટ દરમિયાન અનેક ફિલ્મોનું પ્રમોશન પણ કરાશે. તેમાં ભાગ લેવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ છેલ્લા એક અઠવાડિયાથી વૅનકુવર તરફ રવાના થઈ રહી છે અને ગઈકાલે શાહરુખ ખાન પણ વૅનકુવર ઉપડી ગયાં. તેમના પત્ની ગૌરી ખાન પરમ દિવસે જ વૅનકુવર માટે ઉપડી ગયા હતાં. ગૌરી બાદ એક દિવસ પછી શાહરુખ પણ રવાના થઈ ગયાં.

શાહરુખ ખાન જોકે આઈપીએલ 6માં વ્યસ્ત હતાં અને તેમની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) પ્રથમ મૅચ જીતી સારૂં પરફૉર્મ કરી રહી છે. આમ છતાં આઈપીએલ અને પોતાની ટીમને છોડી શાહરુખ ખાન વૅનકુવરમાં ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં ભાગ લેવા ઉપડી ગયાં છે.

આવો તસવીરોમાં જોઇએ શાહરુખ ખાન અને અન્ય સેલિબ્રિટીઓનો વૅનકુવર પ્રયાણ.

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

અસીન તથા અદિતી ગોવિત્રીકર.

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

મધુર ભંડાકર તથા જિમી શેરગિલ.

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

શાહરુખ ખાન.

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

બૉલીવુડ ઉપડ્યું વૅનકુવર

સુધીર મિશ્રા તથા સિદ્ધાર્થ રૉય કપૂર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X