શાહરુખને મન સુહાનાના વાળની ખુશ્બૂ છે અણમોલ

આ સવાલનો જવાબ જાણવા કદાચ આપ આતુર હશો. તો આવો જણાવી દઇએ તમને કે શાહરુખ માટે તેમના મોંઘા પરફ્યૂમ કોલોગ્ન કરતાં વધુ મોંઘી કોની જુલ્ફોની ખુશ્બૂ છે.
શાહરુખના ફેન્સ માટે શાહરુખની પસંદગી-નાપસંગી બહુ મહત્વની છે અને આજે શાહરુખે પોતાની એક નવી પસંદગી જણાવી છે અને તે છે શાહરુખની સૌથી મનપસંદ ખુશ્બૂ. શાહરુખને પોતાની પુત્રી સુહાનાના વાળોની ખુશ્બૂ દનિયામાં બધી ખુશ્બુઓ કરતાં વધુ પસંદ છે.
તાજેતરમાં જ શાહરુખે જણાવ્યુ હતું, ‘મારું કોલોગ્ન એરોમેટિક બહુ મોંઘું છે, પણ જ્યારે મારી પુત્રી મને ભેંટે, તો તેના વાળોથી આવતી ખુશ્બૂ મારા માટે અણમોલ છે.'
કિંગ ખાન પોતાની દીકરીને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે, તે તો બધાં જાણે છે અને શાહરુખ સમયાંતરે પોતાની દીકરી પ્રત્યેના પોતાના પ્રેમને દર્શાવીને એ સાબિત પણ કરી આપે છે, પણ આ વખતે તો શાહરુખે સ્પષ્ટ શબ્દોમાં પોતાની દીકરીને પોતાને માટે અણમોલ જેવી સંજ્ઞા આપી દીધી.
શાહરુખ પોતાની પુત્રી સુહાનાની દરેક વાત માને છે. કિંગ ખાનના પત્ની ગૌરી ખાનનું પણ કહેવું છે કે શાહરુખને ઠપકો આપવાનો હક માત્ર સુહાના પાસે છે. જ્યારે પણ ક્યારેક શાહરુખ ઉદાસ કે દુઃખી હોય, તો સુહાના જ તેમને ફરીથી ખુશ કરે છે.
તો લ્યો, હવે શાહરુખ સાથે સંકળાયેલ વધુ એક રહસ્ય ખુલ્લું પડી ગયું.












Click it and Unblock the Notifications
