શાહરુખે કૅટરીના સામે કર્યો ઇઝહાર-એ-મહોબ્બત

મુંબઈ, 12 ઑક્ટોબર : શાહરુખ ખાનની ફિલ્મનો ડર ફિલ્મનો ડાયલૉગ કિ... કિ... કિરન તો તમને યાદ હશે. તે ડાયલૉગ તો હતો કિરન એટલે કે જુહી ચાવલા માટે, પરંતુ હવે ફરી એક વાર શાહરુખે કોઈના માટે આટલી જ લાગણી અને પ્રેમ સાથે ઇઝહાર-એ-મહોબ્બત કર્યો છે અને તે કોઈ બીજું નહિં, પણ સલમાન ખાનની પ્રેમિકા કૅટરીના કૈફ છે.

Shahrukh Khan

નોંધનીય છે કે આ વર્ષે દીવાળીએ કૅટરીના કૈફ અને શાહરુખ ખાન અભિનીત જબ તક હૈ જાન ફિલ્મ રિલીઝ થનાર છે અને આ ફિલ્મમાં શાહરુખ અને કૅટ પહેલી વાર એક-બીજાની સાથે નજરે પડશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તાજેતરમાં જ શાહરુખે પોતાની હિટ ફિલ્મ ડરનો ડાયલૉગ કિ... કિ... કિરન બોલતાં જણાવ્યું આઈ લવ યૂ કિ... કિ... કિરન અને શાહરુખના આ પ્રેમના ઇઝહારને સાંભળી સૌ દંગ રહી ગયાં. કૅટરીના સુદ્ધાને આશ્ચર્ય થયું.

એમ તો કહેવાય છે કે ફિલ્મનું માર્કેટિંગ કરવામાં શાહરુખનો હાથ કોઈ ન પકડી શકે અને પોતાના આ જ અંદાજને પગલે આ વખતે પણ શાહરુખે પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક નવી યુક્તિ અપનાવી. આ કિરણ વાળા ડાયલૉગને લઈને જ શાહરુખી ફિલ્મ ડર એટલી ફેમસ થઈ હતી અને હવે આ જ હથકંડો અજમાવી શાહરુખ જબ તક હૈ જાન ફિલ્મને સફળતા અપાવવામાં લાગ્યાં છે. એમ પણ આ ફિલ્મમાં શાહરુખ અને ક્રૅટરીના વચ્ચે ઘણાં ઇન્ટીમેટ સીન છે. હવે આ તમામ માર્કેટિંગ ફંડાઓ અજમાવી શાહરુખ કૅટરીના સાથે પોતાની નવી જોડીને પણ હિટ જોડીઓની લિસ્ટમાં શામેલ કરવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યાં છે.

હાલ તો અમારી શાહરુખને સલાહ છે કે સલમાનની નજીકની મિત્રથી જરા દૂર રહેજો કારણ કે તેમના કારણે જ શાહરુખ અને સલમાન વચ્ચે ભ્રમ પેદા થઈ ચુક્યો છે, તો હવે આ ઓલવાતી આગમાં ફરીથી ઘી ના હોમતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X