Pic of the Day: જમ્મુ-કાશ્મીરના CM મળ્યા શાહરૂખ ખાનને

[આજની તસવીર] બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન હાલમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદને મળ્યા અને તેમણે કાશ્મીરમાં શૂટિંગ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. સમાચાર અનુસાર મોહમ્મદ સૈયદે પણ શાહરૂખ ખાનના ઘણા વખાણ કર્યા અને જણાવ્યું કે શાહરૂખ એક શાનદાર અભિનેતા છે.

મુફ્તી મોહમ્મદ સૈયદ દ્વારા જારી કરવામાં આવેલ ઓફીશિયલ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે શાહરૂખ ખાન એક ખૂબ જ શાનદાર અભિનેતા છે જેમણે પોતાના અત્યાર સુધીના કરિયરમાં જાત-ભાતની ભૂમિકાઓ ભજવી છે.

shahrukh khan
સૈયદે તે સમયની યાદો તાજા કરી જ્યારે અમારી ફિલ્મ ઇંડસ્ટ્રીઝના નિર્દેશક કાશ્મીરના શાનદાર સ્થળો પર શૂટિંગ કરતા હતા. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે ફરીથી ફિલ્મ ઇંડસ્ટ્રી અને કાશ્મીરનો આ સંબંધ સ્થપાય.

શાહરૂખ ખાને જણાવ્યું કે તેમની દાદી કાશ્મીરની હતી અને તેઓ પણ ફરીથી કાશ્મીરમાં શૂટિંગ કરવા માટે આતુર છે. આની સાથે જ તેઓ 2013માં યશ ચોપડાની છેલ્લી ફિલ્મ જબ તક હે જાનનું શૂટિંગ દરમિયાન વિતાવવામાં આવેલી સુંદર પળોને ફરીથી જીવી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X