રા.વનની બર્થ ડે પાર્ટીમાં હાજર નહિં રહે જી.વન !
મુંબઈ, 26 નવેમ્બર : શાહરુખ ખાન અને અર્જુન રામપાલ એક સમયે એક-બીજાના ખૂબ સારા મિત્રો હતાં, પરંતુ આજકાલ બંને એક-બીજાથી દૂર-દૂર રહે છે. મીડિયા ઇવેન્ટ સુધી આ અંતર ઠીક હતું, પણ હવે તો વાત બર્થ ડે પાર્ટી સુધી પહોંચી ગઈ છે. બંને એક્ટર્સ હવે એક-બીજાની બર્થ ડે પાર્ટીમાં પણ જતા ખચકાવાં લાગ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે અર્જુન રામપાલની બર્થ ડે પાર્ટી કે જે 29મી નવેમ્બરના રોજ મોરક્કન સિટીમાં યોજાનાર છે, તેમાં શાહરુખ ખાનને ગેસ્ટ તરીકે આમંત્રિત નથી કરાયાં, પરંતુ વિચિત્ર વાત એ છે કે શાહરુખના પત્ની ગૌરી ખાન આ પાર્ટીના સૌથી મહત્વના અને ખાસ મહેમાન છે.
નોંધનીય છે કે શાહરુખ અને અર્જુન વચ્ચે આ અંતર આવ્યું પ્રિયંકા ચોપરાના કારણે. જણાવવામાં આવ્યું કે શાહરુખને પ્રિયંકાથી દૂર રહેવાની સલાહ આપવાના કારણે અર્જુન શાહરુખની નજરોમાં ખૂબ નરસાં બની ગયાં. આ બધું થયું ડૉન 2ના શુટિંગ દરમિયાન કે જ્યારે શાહરુખ અને પ્રિયંકાની નિકટતા જોઈ શાહરુખના પત્ની ગૌરી ખાને અર્જુનના પત્ની અને પોતાના સારા મિત્ર એવા મેહર જેસિકાને આ અંગે વાત કરી. મેહરે પોતાના પતિ અર્જુનને જણાવ્યું કે તેઓ શાહરુખને સમજાવે. અર્જુને શાહરુખને સમજાવવાની કોશિશ કરી અને શાહરુખ નારાજ થઈ ગયાં. પછી બંને એક્ટરો એક-બીજાથી દૂર-દૂર રહેવા લાગ્યાં.
રા.વન ફિલ્મમાં અર્જુન રામપાલે વિલનનું પાત્ર ભજવ્યુ હતું, પરંતુ આમ છતાં શાહરુખ અને તેમના વચ્ચે અંતર ઓછું થયુ નહિં અને તેનો દાખલો છે શાહરુખને અર્જુનની ગેસ્ટ લિસ્ટમાં સ્થાન સુદ્ધા ન મળવો. શાહરુખ એમ જણાવવાની કોશિશ કરે છે કે તેઓ ખૂબ વ્યસ્ત છે અને તેથી તેઓ અર્જુનની આ પાર્ટીનો ભાગ નહિં બની શકે, પરંતુ હકીકત સૌ જાણે છે. બીજી બાજુ અર્જુન રામપાલે પણ આ અંગે કોઈ પણ કૉમેન્ટ કરવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો છે. શાહરુખ ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ આ પાર્ટીમાં હાજર નથી રહેવાનાં, પરંતુ હૃતિક રોશન અને તેમના પત્ની સુઝાન તેમાં જોડાવા તૈયાર છે.












Click it and Unblock the Notifications
