શાહરુખ ખાન ફોર્બ્સના કવર પેજ પર : જુઓ તસવીરો
મુંબઈ, 14 મે : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના ફૅન્સ વિદેશોમાં પણ છે અને આ વાતનો અણસાર લોકોને પહેલાથી જ છે. આપનેને જાણીને ખુશી થશે કે કિંગ ખાનની ફૅન્લ ફૉલોઇંગના પગલે જ ફોર્બ્સ મિડલ ઇસ્ટ મૅગેઝીને શાહરુખને કવર પેજ પર સ્થાન આપ્યું છે કે જેનું શાહરુખ ખાને દુબઈમાં લૉન્ચિંગ કર્યું છે.
શાહરુખ ખાન આઈપીએલના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય કાઢી દુબઈ પહોંચ્યાં અને તેમણે ફોર્બ્સ મૅગેઝીનના કવર પેજનું લૉન્ચિંગ કર્યું. શાહરુખ ખાનની આ ઉપલબ્ધિ અંગે તેમના ફૅન્સ બહુ ખુશ છે. ટેલીવિઝન જગત સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર દિલ્હીના શાહરુખ ખાને ગુડ્ડૂ ધનોવાની ફિલ્મ દીવાના સાથે બૉલીવુડમાં હીરો તરીકે એન્ટ્રી મારી. આ સુપરહિટ ફિલ્મમાં મેન હીરો ઋષિ કપૂર હોવા છતાં શાહરુખની એન્ટ્રીની લોકોએ નોંધ લીધી.
ચાલો ફોર્બ્સ કવર પેજના લૉન્ચિંગની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

નાના પડદેથી મોટા પડદે
ટેલીવિઝન જગત સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર દિલ્હીના શાહરુખ ખાને ગુડ્ડૂ ધનોવાની ફિલ્મ દીવાના સાથે બૉલીવુડમાં હીરો તરીકે એન્ટ્રી મારી. આ સુપરહિટ ફિલ્મમાં મેન હીરો ઋષિ કપૂર હોવા છતાં શાહરુખ ખાન સુપરહિટ થઈ ગયાં.

યુવાન દિલોની ધકડન
શાહરુખની એન્ટી હીરો ધરાવતી ફિલ્મો બાઝીગર તથા ડરે તો તેમને યુવાન દિલોની ધકડન બનાવી દીધાં, તો કરણ અર્જુન દ્વારા તેઓ દર્શકોમાં છવાઈ ગયાં.

ડીડીએલ સીમાચિહ્ન
આદિત્ય ચોપરાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ દ્વારા શાહરુખ ખાને બૉલીવુડમાં એક સીમાચિહ્ન સ્થાપિત કરી નાંખ્યું.

સતત સફળ ફિલ્મો
શાહરુખે પરદેસ, કુછ કુછ હોતા હૈ, દિલ તો પાગલ હૈ, કભી ખુશી કભી ગમ, ચલતે ચલતે, કલ હો ના હો, માય નેમ ઇઝ ખાન, ડૉન, ચક દે ઇન્ડિયા અને મૈં હૂં ના, ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મો દ્વારા સતત સફળતા હાસલ કરી.

ચેન્નઈ એક્સપ્રેસ સુપરહિટ
શાહરુખ ખાન છેલ્લે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ લઈને આવ્યાં કે જે સુપરહિટ રહી અને હવે તેઓ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
