બાળકો સાથે ધીંગામસ્તી કરતા હળવાફૂલ બન્યા શાહરુખ...

મુંબઈ, 12 નવેમ્બર : શાહરુખ ખાન બૉલીવુડના એક એવા અભિનેતા છે કે જેમની પાસે દરેક સવાલનો જવાબ હોય છે. જોકે શાહરુખ ઘણી વખત વિવાદમાં સપડાઈ જાય છે, પરંતુ આવા વિવાદો શાહરુખ ઉપર કોઈ પણ નકારાત્મક અસર નથી નાંખતાં.

તાજેતરમાં જ શાહરુખના નામ સાથે અનેક વિવાદ જોડાયા. જેમ કે સૌ પ્રથમ તો જયા બચ્ચન દ્વારા હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મને બકવાસ કહેવાનો વિવાદ, તે પછી હની સિંહ સાથે નારાજગીનો વિવાદ. ઉપરાંત નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ ન લેવાનો વિવાદ પણ શાહરુખ માટે મુશ્કેલી ઊભો કરતો હતો. આ તમામ વિવાદોનો જવાબ તાજેતરમાં જ શાહરુખે કિડ્ઝાનિયાના ઇવેંટ દરમિયાન આપ્યો.

આ ઇવેંટ દરમિયાન શાહરુખ બાળકો સાથે નાચતા દેખાયાં. 14મી નવેમ્બર એટલે કે બાળ દિવસ આવી રહ્યો છે અને શાહરુખ ખાન બાળકોની ખૂબ જ નજીક છે. એટલે જ તો તેઓ દર વર્ષે નવેમ્બરમાં કિડઝાનિયા જઈ બાળકો સાથે મસ્તી કરે છે અને તેમની સાથે નાચે છે.

આ પ્રસંગે શાહરુખ ખાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ સલમાન ખાનના બહેન અર્પિતાના લગ્નમાં ચોક્કસ જશે. ભલે આમંત્રણ મળે કે ના મળે, તેઓ ચોક્કસ હાજર રહેશે. શાહરુખે કહ્યું - મેં અર્પિતાને ખોળે રમાડી છે. તેના લગ્નમાં હું ચોક્કસ જઇશ. મને ઇન્વિટેશન મળે કે ન મળે. તે મારી બહેન જેવી છે.

જયા બચ્ચન વિવાદ અંગે કિંગ ખાન બોલ્યાં - બચ્ચન પરિવાર ખૂબ મોટો અને સન્માનનીય પરિવાર છે. તેઓ ઉંમરમાં પણ અમારા કરતા મોટા છે. તેમની સામે નારાજ થવાનું વિચારી પણ ન શકાય. હું જયા બચ્ચનથી જરાય નારાજ નથી. હું તેમનું ખૂબ સન્માન કરુ છું. તાજેતરમાં જ કોલકાતા ખાતે અમે મળ્યા પણ ખરા.

aishwarya-abhishek-amitabh-jaya-shahrukh
હની સિંહ અંગે પણ શાહરુખે કહ્યું કે હું હની સિંહથી બિલ્કુલ નારાજ નથી. મોદીની સ્વચ્છતા ઝુંબેશ મુદ્દે શાહરુખે કહ્યું - મારૂં દિલ સાફ છે અને તેથી મને હાથે ઝાડૂ લઈ સફાઈ કરવાની જરૂર નથી, પણ જે ઝુંબેશ છે તે બહુ સારી છે અને સૌ સેલિબ્રિટીઓએ આગળ આવી તેમાં ભાગ લેવું જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X