આ વખતે સલમાનની નહીં, શાહરુખની હશે ઈદ

મુંબઈ, 26 ફેબ્રુઆરી : હૅડલાઇન વાંચી આપ કદાચ ચોંકી ગયા હશો કે આટલા વર્ષોથી ચાલી આવતો તહેવારોનો બટવારો આમ કેમ બદલાયો? પરંતુ આપને જણાવી દઇએ કે તહેવાર તો તહેવાર છે. કોઈ પણ એક્ટર પોતાની ફિલ્મ કોઈ પણ તહેવારે રિલીઝ કરી શકે છે, પરંતુ વાત જ્યારે ઈદ અને દીવાળીની હોય, તો ઈદ સલમાન ખાન અને દીવાળી શાહરુખ ખાનના નામે બુક છે. જોકે હવે આ પ્રચલન બદલી જશે. આ વખતની ઈદ કદાચ સલમાનની નહીં, પણ શાહરુખની હશે.

salman-shahrukh

છેલ્લા કેટલાંક વર્ષોથી લોકો સલમાન સાથે ઈદ અને શાહરુખ સાથે દીવાળી ઉજવતા આવ્યાં છે, પરંતુ આ વર્ષે કંઈક જુદુ થવાની શક્યતા છે. કહે છે કે આ વખતે ઈદ પ્રસંગે શાહરુખ ખાન પોતાની ફિલ્મ રિલીઝ કરવાના છે.

નોંધનીય છે કે સલમાન ખાનની વૉન્ટેડ, બૉડીગાર્ડ અને એક થા ટાઇગર જેવી હિટ ફિલ્મો ઈદ દરમિયાન જ રિલીઝ થઈ છે, તો શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન સહિત અગાઉની અનેક ફિલ્મો દીવાળી પ્રસંગે રિલીઝ થઈ હતી અને હિટ પણ રહી હતી. જોકે સલમાન જેવી સફળતા દરેખ વખતે શાહરુખને મળી નહીં.

જોઇએ આ વખતની ઈદ સલમાન અને શાહરુખ વચ્ચે ચાલતા જંગને કયો વળાંક આપે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X