શાહરૂખ ખાનનુ 'મન્નત' થયુ પ્લાસ્ટિકથી કવર, જાણો શું છે કારણ?

બૉલિવુડ અને ટીવી જગતની ઘણી નામાંકિત હસ્તીઓ કોરોના સંક્રમિત જોવા મળી છે. આના કારણે હવે ફિલ્મી સ્ટાર્સ વધુ સાવચેત જોવા મળી રહ્યા છે.

આખા દેશમાં કોરોનાનુ તાંડવ ચાલી રહ્યુ છે, સામાન્ય હોય કે ખાસ દરેક જણ આની ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લા અમુક સપ્તાહમાં બૉલિવુડ અને ટીવી જગતની ઘણી નામાંકિત હસ્તીઓ કોરોના સંક્રમિત જોવા મળી છે. આના કારણે હવે ફિલ્મી સ્ટાર્સ વધુ સાવચેત જોવા મળી રહ્યા છે. સમાચાર છે કે શાહરુખ ખાને કોરોનાથી બચવા માટે પોતાના બંગલા 'મન્નત'ને ચારે તરફથી પ્લાસ્ટિકથી કવર કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ હાલમાં 'મન્નત'માં પોતાના પરિવાર સાથે રહે છે.

શાહરુખે પોતાની એક 5 માળની ઑફિસ બીએમસીને આપી

શાહરુખે પોતાની એક 5 માળની ઑફિસ બીએમસીને આપી

ઉલ્લેખનીય છે કે કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવેલા શાહરુખે પોતાની એક 5 માળની ઑફિસ બીએમસીને આપેલી છે કે જે આઈસોલેશન વૉર્ડનુ કામ કરી રહી છે. હાલમાં શાહરુખ સાવચેતી રાખી રહ્યા છે. વક્રફ્રંટની વાત કરીએ તો લગભગ બે વર્ષ બાદ શાહરુખે એક ફિલ્મ સાઈન કરી છે જેને રાજકુમાર હિરાની બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સતત ફ્લોપ થઈ રહેલી ફિલ્મોના કારણે શાહરુખે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે.

ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ કોરોનાની ચપેટમાં

ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ કોરોનાની ચપેટમાં

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની મા દુલારી ખેર, તેમના ભાઈ-ભાભી અને ભત્રીજી કોરોના સામે લડી રહ્યા છે. ફિલ્મ અભિનેત્રી રેખાના સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત નીકળ્યા માટે તેમનો બંગલો પણ સીલ કરી દેવામાં આવ્યો. વળી, સારા અલી ખાનનો ડ્રાઈવર કોરોના ગ્રસિત જોવા મળ્યો છે.

મુંંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1046 નવા કેસ આવ્યા સામે

મુંંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1046 નવા કેસ આવ્યા સામે

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1046 નવા કેસ અને 64 મોત સામે આવી છે. અત્યાર સુધી કુલ 1,01,224 કેસ અને મરનારનો આંકડો 5,711 છે. સક્રિય કેસોની સંખ્યા 23,828 છે. મહારાષ્ટ્રમાં 9518 નવા કોવિડ-19 કેસ, 258 મોત અને 3906 ડિસ્ચાર્જ નોંધવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X