For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યુ ઈયર રિપોર્ટથી હૅપ્પી નહીં, પણ સૅડ થયાં શાહરુખ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડના બાદશાહ ખાન નારાજ થઈ ગયાં છે અને જ્યારે ડૉનને ગુસ્સો આવે, તો એક ભૂકંપ સર્જાય છે. આપ ન સમજ્યાં કે અમે કોની વાત કરીએ છીએ. હકીકતમાં હમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાનની કે જેઓ ફરાહ ખાનની આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર અંગે પ્રસિદ્ધ થયેલ સમાચારોથી નારાજ છે. શાહરુખે ટ્વિટર પર લખ્યું છે કે જ્યારે માણસનો શરીર અને ભાષા જુદી-જદી વાત કરે, તો સમજો કે બાબત ખોટી છે. તેથી જે કંઈ પણ હૅપ્પી ન્યુ ઈયર અંગેના સામાચારો માટે ટેબ્લૉઇડ ઉપર પ્રકાશિત થઈ રહ્યું છે, તે તદ્દન ખોટું છે.

Priyanka-Shahrukh

આપને જણાવી દઇએ કે ગઈકાલે સમાચાર આવ્યા હતાં કે શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન ઉપર દબાણ નાંખી રહ્યાં છે કે તેઓ ફિલ્મમાં હીરોઇન તરીકે પ્રિયંકા ચોપરાને લે.

નોંધનીય છે કે લાંબાગાળાથી પ્રિયંકા ચોપરા અને શાહરુખ અંગે અનેક વાતો થઈ રહી છે. લોકોને લાગે છે કે પ્રિયંકાએ પોતાના પ્રેમજાળમાં શાહરુખ જેવા પત્નીવ્રતા પતિને ફસાવ્યા છે કે જેના માટે તાજેતરમાં જ શાહરુખ ખાને જણાવ્યુ હતું કે આ વાતથી તેમની લાગણી દુભાઈ છે. તેમણે જણાવ્યું કે લોકો તેમના અને પ્રિયંકા વચ્ચેના સંબંધો ઉપર આંગળી ચીંધી રહ્યાં છે, પણ તેઓ માત્ર અને માત્ર સારા મિત્રો છે. એનાથી વધુ કંઈ જ નથી. મને નથી ખબર કે આ પ્રકારની વાતો કરી લોકો શું સાબિત કરવા માંગે છે. હું સ્ત્રીઓની ખૂબ ઇજ્જત કરુ છું. તેથી મને સારૂ નથી લાગતું કે મારા કારણે કોઈ સ્ત્રીનું નામ ખરાબ થાય.

English summary
Shahrukh Khan Sad with ‘Happy New Year’ report. The News was that Shahrukh Khan keen to have Priyanka Chopra for 'Happy New Year'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X