SRK-સલમાનની ગાઢ મિત્રતાનો પુરાવો છે આ....

શાહરૂખ ખાન અને સલમાન ખાનની આ સેલ્ફી હાલ ઇન્ટરેનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

'ટ્યૂબલાઇટ'માં શાહરૂખના કેમિયો બાદ શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફ્રેન્ડશિપ ફરી લાઇમલાઇટમાં આવી ગઇ છે. આ ફિલ્મમાં બંન્ને લગભગ 10 વર્ષ બાદ મોટા પડદે સાથે જોવા મળ્યા હતા. હવે સલમાન શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં કેમિયો રોલ કરી રહ્યાં છે. આ વાતનો ખુલાસો શાહરૂખે જાતે જ કર્યો હતો. આ કેમિયો રોલનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે.

ફિલ્મમાં સલમાનનો કેમિયો કેવો હશે, એ જોવા માટે થોડી રાહ જોવી પડશે, પરંતુ ફિલ્મના શૂટિંગ સાથે શાહરૂખ અને સલમાનની મિત્રતાના જે કિસ્સા સામે આવ્યા છે, એ જાણવા જેવા છે.

શાહરૂખ અને સલમાનની સેલ્ફી

શાહરૂખ અને સલમાનની સેલ્ફી

શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર આનંદ એલ. રાયની ફિલ્મમાં સલમાન ખાન કેમિયો રોલ પ્લે કરનાર છે. આ રોલના શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને સેટ પર ક્રૂ મેમ્બર સાથે ક્લિક કરેલ આ સેલ્ફી ખૂબ વાયરલ થઇ રહી છે.

SRKએ સલ્લુને આપી મોંઘીદાટ ગિફ્ટ

SRKએ સલ્લુને આપી મોંઘીદાટ ગિફ્ટ

હજુ એક જ દિવસ પહેલાં શાહરૂખ અને સલમાનનો સેટ પરનો આ ફોટો વાયરલ થયો હતો. કહેવાઇ રહ્યું છે કે, સલમાન જ્યારે કેમિયો રોલનું શૂટિંગ કરવા માટે સેટ પર પહોંચ્યા ત્યારે શાહરૂખ ખાને એક બ્રાન્ડ ન્યૂ લક્ઝુલરિયસ કાર તેમને ગિફ્ટ આપી હતી.

એક અઠવાડિયા પહેલાં જ કર્યું હતું એનાઉન્સમેન્ટ

એક અઠવાડિયા પહેલાં જ કર્યું હતું એનાઉન્સમેન્ટ

શાહરૂખ ખાને હજું એક અઠવાડિયા પહેલાં જ કહ્યું હતું કે, 'આનંદની ફિલ્મમાં એક કેમિયો રોલ છે, જે હું ઇચ્છું છું કે સલમાન ખાન પ્લે કરે. જો કે, હજું મેં આ અંગે સલમાન સાથે વાત નથી કરી.' આ ખબર સામે આવ્યાના એક જ અઠવાડિયા બાદ બંન્ને સાથે શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ-સલમાનની આ સેલ્ફી, મોંઘી ગિફ્ટ અને તાબડતોડ શૂટિંગ બંન્નેની ગાઢ મિત્રતાનો પુરાવો જ છે.

SRKને પસંદ પડી 'ટ્યૂબલાઇટ'

SRKને પસંદ પડી 'ટ્યૂબલાઇટ'

સલમાનની લેટેસ્ટ ફિલ્મ 'ટ્યૂબલાઇટ'ને મિક્સ રિસ્પોન્સ સાંપડ્યો છે. પરંતુ જ્યારે શાહરૂખને આ ફિલ્મ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને આ ફિલ્મ ખૂબ પસંદ પડી છે. મેં આ ફિલ્મ દોઢ વાર જોઇ કાઢી છે. એક વાર મેં આખી ફિલ્મ જોઇ હતી અને બીજી વાર મેં સવારે 4 વાગે આ ફિલ્મનો અડધો ભાગ જોયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X