• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે ગૌરી પ્રત્યે ‘બેવફા’ થયો કિંગ ખાન... : જુઓ 15 વિવાદો

|

મુંબઈ, 13 સપ્ટેમ્બર : શાહરુખ ખાન ધ કિંગ ઑફ રોમાંસ તરીકે ઓળખાય છે, પણ તેમના કૅરિયર અને જીવન ઉપર નજર નાંખતા તેઓ ધ કિંગ ઑફ કંટ્રોવર્સિસ એન્ડ પાઇટ્સ એટલે કે વિવાદો અને ઝગડાના મહારાજા તરીકે પણ ઉપસી આવે છે. શાહરુખ ખાને ઝગડાની બાબતમાં અજય દેવગણ, સલમાન ખાનથી લઈ શિરીષ કુંદર સુધીને નથી છોડ્યાં.

હાલમાં ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મને લઈને ચર્ચામાં રહેલા શાહરુખ ખાન સમય-સમય પર કંઇકને કંઇક હોબાળા કરતા રહે છે. ફરાહ ખાન એટલે કે શિરીષ કુંદરના પત્ની. શિરીષ સાથે ઝગડો થયા બાદ પણ શાહરુખ-ફરાહની મૈત્રીમાં ફર્ક નથી પડ્યો. જોકે હવે બધુ પૅચ-અપ થઈ ચુક્યુ છે.

શાહરુખ ખાન છેલ્લે પોતાના સરોગેટ પુત્ર અબરામ અંગે પણ ચર્ચામાં અને વિવાદમાં સપડાયા હતાં. શાહરુખ સામે આરોપ મૂકાયો હતો કે તેમણે અબરામના જન્મ પૂર્વે લિંગ પરીક્ષણ કરાવ્યુ હતું. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.

ચાલો આપને બતાવીએ શાહરુખ ખાન સાથે જોડાયેલ 15 વિવાદો :

લિંગ પરીક્ષણ

લિંગ પરીક્ષણ

જ્યારે શાહરુખ ખાન અને ગૌરી ખાને ત્રીજા બાળક માટે સરોગેટ મધરનો આસરો લીધો, ત્યારે આરોપ મૂકવામાં આવ્યો કે કપલે અબરામના જન્મ પહેલા સરોગેટ મધરના ગર્ભનું લિંગ પરીક્ષણ કરાવ્યુ હતું. રાજ્ય સરકારે આવશ્યક કાર્યવાહી પણ કરી હતી.

હાફિઝનું નિમંત્રણ

હાફિઝનું નિમંત્રણ

એક મૅગેઝીનને આપેલા ઇંટરવ્યૂમાં શાહરુખે જણાવ્યુ હતું - હું કેટલીક વાર ભારતીય મુસ્લિમોને લઈને રાજકીય નેતાઓનો અજાણતા જ હાથો બની જાઉ છું. મારી સામે પાડોશી રાષ્ટ્ર પ્રત્યે વધુ નિષ્ઠા દર્શાવવાનો આરોપ લગાવાય છે. શાહરુખના આ નિવેદન અંગે પ્રત્યાઘાત આપતા લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદે જણાવ્યું કે જો શાહરુખ ખાન ભારતમાં અસલામતી અનુભવતા હોય, તો તેઓ પાકિસ્તાન આવી જાય.

શિવસેનાનો વિરોધ

શિવસેનાનો વિરોધ

જ્યારે શાહરુખ ખાને જણાવ્યું કે ઇંડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 3માં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભાગ લે, તો તેમને ગમશે, ત્યારે શિવસેનાએ તેમનો વિરોધ કર્યો અને તેમની ફિલ્મ માય નેમ ઇઝ ખાનને થિયેટરોમાંથી ઉતરાવાઈ દીધી.

વાનખેડે સ્ટેડિયમમાં પ્રતિબંધ

વાનખેડે સ્ટેડિયમમાં પ્રતિબંધ

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ વાનખેડે સ્ટેડિયમ ખાતે શાહરુખ ખાને કરેલા દુર્વ્યવહાર અંગે અધિકૃત રીતે પોલીસ ફરિયાદ નોંધાવી. એટલુ જ નહીં, એમસીએએ શાહરુખના વાનખેડે સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો.

શાહરુખ-સલમાન ફાઇટ

શાહરુખ-સલમાન ફાઇટ

શાહરુખ-સલમાન વચ્ચેની પ્રતિસ્પર્ધા લાંબા વખતથી ચાલતી હતી. 2011માં કૉફી વિથ કરણ શોમાં શાહરુખે જાહેરમાં સલમાનની માફી માંગતા કહ્યું - જો સલમાન મારાથી નારાજ હો, તો તેમાં 100 ટકા મારી ભૂલ છે. આ જ શોની અગાઉની સીઝનમાં સલમાને કહ્યું - અમે બંને ક્લોઝ ફ્રેંડ્સ જ રહીશુ, પરંતુ અમારી વચ્ચેની સ્પર્ધા બંધ નહીં થાય.

પ્રિયંકા સાથે લિંક-અપ

પ્રિયંકા સાથે લિંક-અપ

ફૅમિલી મૅન શાહરુખ ખાન પોતાના કૅરિયર દરમિયાન પહેલી વખત પ્રિયંકા ચોપરા સાથે લિંક-અપના આરોપમાં ઘેરાયાં. આવી અટકળોના પગલે પ્રિયંકાના ગૌરી ખાન અને તેમના મિત્ર કરણ જૌહર સાથેના સંબંધો વણસ્યા હતાં. જોકે તેમણે કરણ જૌહર સાથેના સંબંધો પાછળથી સુધારી લીધાં.

શાહરુખ, અમિતાભ અને અમર

શાહરુખ, અમિતાભ અને અમર

2007માં એક ઍવૉર્ડ્સ ફંક્શનમાં અમર સિંહ અને તેમના ખાસ મિત્ર અમિતાભ બચ્ચનને ફ્રંટ સીટ ઍલૉટ ન કરાતાં અમર સિંહે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ શાહરુખ ખાને આયોજકોની આ વ્યવસ્થાને યોગ્ય ગણાવી હતી.

શાહરુખ-ગૌરી

શાહરુખ-ગૌરી

શાહરુખની આઈપીએલ ટીમની મૅચો દરમિયાન ગૌરીની ગેરહાજરી આ જોડીના સ્વર્ગ જેવી દુનિયાને મુશ્કેલીમાં મૂકી હતી.

શાહરુખ-આમિર

શાહરુખ-આમિર

આમિર ખાને પોતાના બ્લૉગમાં પોતાના કૂતરાને શાહરુખ નામ આપી લખ્યુ હતું - શાહરુખ મારા પગ ચાટે છે, ત્યારે હું તેને બિસ્કિટ આપુ છું. આનાથી વધુ શું કહું? તમે કંઇક આડુ-અવળું વિચારો, તે પહેલા જણાવી દઉં કે શાહરુખ અમારા કૂતરાનું નામ છે. તમે વધુ કંઈક અવળું વિચારો, તે પહેલા વધુ એક ખુલાસો કરી દઉં કે તેના નામકરણમાં મારો હાથ નથી. શાહરુખ અમારા ઘરના કૅરટેકર્સનુ કૂતરૂ છે.

શાહરુખ-શિરીષ

શાહરુખ-શિરીષ

સંજય દત્તની પાર્ટીમાં શાહરુખે શિરીષ કુંદરને તમાચો માર્યો હતો. ફરાહ ખાને રિપોર્ટર્સને એસએમએસ કરી જણાવ્યુ હતું - શાહરુખે મને કહ્યુ હતું કે શારીરિક હુમલો કોઈ પણ પ્રશ્નના ઉકેલનો સૌથી ખરાબ રસ્તો છે અને આવી રીતે હુમલો કરાતા હું નારાજ છું. જોકે બાદમાં શાહરુખના ઘરે શિરીષ, ફરાહ, સાજિદ ખાન અને સાજિદ નડિયાદવાલાના ઘરે થયેલ મીટિંગમાં મામલો થાળે પડી ગયો હતો.

શાહરુખ-અભિજીત

શાહરુખ-અભિજીત

ગાયક અભિજીત ભટ્ટાચાર્યે એક ઇંટર્વ્યૂમાં જણાવ્યું હતું કે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમની સફળતાના શ્રેયનો મને ભાગ ન બનાવવા બદલ શાહરુખે મારી માફી માંગવી જોઇએ. જવાબમાં શાહરુખે કહ્યું - આ એક સંયોગ નથી કે કોઇક ફૅમસ બનવા મારી સાથે કામ નથી કરવા માંગતો.

ઍરપોર્ટ વિવાદ

ઍરપોર્ટ વિવાદ

ઑગસ્ટ-2009માં શાહરુખને તેમની ખાન અટકના કારણે ન્યુયૉર્ક ઍરપોર્ટે બે કલાક બેસાડી રાખવામાં આવ્યા હતાં.

ફરી એક વાર

ફરી એક વાર

શાહરુખ અને નીતા અંબાણી યાલે યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધવા ગયા હતાં. ઍરપોર્ટ પર નીતા અને તેમના આખા ગ્રુપને ક્લિયરંસ મળી ગયું, પરંતુ શાહરુખને રોકી લેવાયાં. ત્યાં પણ તેમને બે કલાક બેસાડી રખાયાં. પછી વિદ્યાર્થીઓને સંબોધતા શાહરુખે જણાવ્યુ હતું - જ્યારે હું પોતાની જાતમાં અભિમાની અનુભવુ, ત્યારે હું અમેરિકાનો પ્રવાસ કરી લઉ છું. ઇમિગ્રેશન કર્મચારીઓ કોઈ પણ સ્ટારના સ્ટાડરમને બાજુએ મૂકી તપાસ કરે છે.

શાહરુખ-ગાવસ્કર

શાહરુખ-ગાવસ્કર

સુનીલ ગાવસ્કારે એક લીડિંગ ન્યુઝ પેપરમાં પોતાની કૉલમમાં શાહરુખની કેકેઆર ટીમના કોચ જ્હૉન બુચાનનને ટાંકીને લખ્યુ હતું - નિષ્ફળ ભૂતપૂર્વ ક્રિકેટરો લિવિંગ ટેલિંગ ઇંટરનેશનલ પ્લેયર્સ એ કરવા તૈયાર કરી રહ્યા છે કે જે તેઓ ન કરી શક્યાં. આ શબ્દો બંને વચ્ચે યુદ્ધના કારણ બન્યા હતાં.

જાહેરમાં ધુમ્રપાન

જાહેરમાં ધુમ્રપાન

શાહરુખ જયપુર ખાતેના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં જાહેરમાં ધુમ્રપાન કરતા ઝડપાયા હતાં અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

Click Link

Click Link

Hit શ્રીદેવીની Hot દીકરીઓ જોવા ક્લિક કરો

English summary
Shahrukh Kkan has been involved in a number of controversies and fights, lets take a look at his famous controversies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more