શાહરુખ ફોર્બ્સના કવર પેજ પર, પ્રથમ ભારતીય એક્ટર
મુંબઈ, 24 જાન્યુઆરી : દુનિયાની સૌથી પ્રખ્યાત મૅગેઝીનની આગામી આવૃત્તિના કવર પેજ ઉપર શાહરુખ ખાન છપાનાર છે. શાહરુખ ભારતના પ્રથમ એક્ટર હશે કે જેમને ફોર્બ્સ પોતાના કવર પેજ ઉપર પ્રસિદ્ધ કરશે. આ અંકમાં ફોર્સ્બ મૅગેઝીન ભારતના 100 સૌથી પાવરફુલ લોકોના નામો પ્રસિદ્ધ કરવા જઈ રહ્યું છે.

બૉલીવુડમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રજનીકાંતથી માંડી અનેક સુપર સ્ટાર રહ્યાં, પરંતુ ફોર્બ્સે પોતાના કવર પેજ ઉપર ક્યારેય કોઈને પ્રસિદ્ધ કર્યા નથી. આ વર્ષે ફોર્બ્સ મૅગેઝીનના કવર પેજ ઉપર પ્રથમ વાર ભારતનો કોઈ ફિલ્મ એક્ટ્ર દેખાશે. તે છે શાહરુખ ખાન. આમ શાહરુખ માટે આ મોટા સન્માનની વાત છે. આ અંકમાં શાહરુખનું એક ખાસ ઇન્ટર્વ્યૂ છપાશે કે જેમાં શાહરુખ પોતાના જીવન અંગેના અનેક નવા ખુલાસાઓ કરશે.
જો શાહરુખના તાજેતરના ફિલ્મી કૅરિયરની વાત કરીએ, તો કૅટરીના કૈફ તથા અનુષ્કા શર્મા સાથે આવેલી તેમની ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે ખૂબ ચર્ચામાં રહી. અગાઉ પણ તેઓ અનેક બહેતરીન ફિલ્મો આપી ચુક્યાં છે. 47 વર્ષીય શાહરુખને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી ચુકી છે. માય નેમ ઇઝ ખાન ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે જ અમેરિકાના એક ઍરપોર્ટ પર શાહરુખ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં પણ કંઈક એવું જ દર્શાવાયુ હતું.












Click it and Unblock the Notifications
