એક્ટિંગ જ નહીં કમાણીમાં પણ નંબર વન છે શાહરુખ
વર્ષ 2013 પૂર્ણ થવાને હવે બહુ દિવસો બાકી નથી...તેથી વર્ષ 2013માં કઇ સેલિબ્રિટીએ કેટલી કમાણી કરી અને કોન આ યાદીમાં નંબર વન રહ્યું અથવા કોણ ઝીરો પર આવ્યું છે, એ વાતના લેખા જોખા જાણીતી બિઝનેસ પત્રિકા ફોર્બ્સ ઇન્ડિયા લઇને આવી છે. જાણીતી બિઝનેસ પત્રિકા ફોર્બ્સ ઇન્ડિયાએ ટોપ 100 સેલિબ્રિટીની યાદી જારી કરી છે, જેમાં એક્ટિંગના બાદશાહ શાહરુખ ખાને બાજી મારી લીધી છે.

આ યાદીમાં ચોથી નંબર છે ભારત રત્ન સચિન તેંડુલકર અને પાંચમા નંબરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે, છઠ્ઠાં નંબરે અક્ષય કુમારનું નામ છે, જેને વર્ષ 2013માં 118.13 કરોડ રૂપિયા કમાણી કરી છે, સાતમા નંબરે યુવા દિલોની ધડકન ક્રિકેટર વિરાટ કોહલી છે, જેને 57.31 કરોડ રૂપિયા વર્ષે કમાણી કરી છે, આઠમા નંબરે રણબીર કપૂર છે, જેણે 68.58 કરોડ રૂપિયા કમાણી કરી છે. નવમાં ક્રમાકે એક માત્ર મહિલા છે, કેટરિના કેફ જેની એક પણ ફિલ્મ રજુ ના થઇ હોવા છતાં આ વર્ષે તેણે 63.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 10માં નંબરે આવે છે, બૉલીવુડના સુપર હીરો રિતિક રોશન, જેની આ વર્ષે ફિલ્મ ક્રિશ 3 રજુ થઇ હતી, તેણે 62.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.












Click it and Unblock the Notifications
