શાહરુખની બે શરતો - નો કિસ, નો હૉર્સ રાઇડિંગ

Shahrukh Khan-Gauri Khan
મુંબઈ, 15 સપ્ટેમ્બર : બૉલીવુડના કિંગ ખાન પોતાની શરતોએ જ ફિલ્મો કરવા માંગે છે. શાહરુખ ખાન દરેક ફિલ્મ સાઇન કરતાં પહેલા નિર્માતા સામે બે શરતો મૂકે છે. જો એ શરતો પૂરી થાય, તો જ તેઓ ફિલ્મમાં કામ કરે છે. આ શરતો છે-નો કિસ અને નો હોર્સ રાઇડિંગ.

જાણવા મળ્યું છે કે શાહરુખના કૉન્ટ્રાક્ટની બે શરતો હોય છે. પ્રથમ શરત એ કે તેઓ કોઈ પણ હીરોઇન સાથે લિપપૉક નહિં કરે અને બીજી શરત એ કે તેઓ ઘોડેસ્વારી નહિં કરે. તેમાં પણ આ બીજી શરત એટલે કે ઘોડેસ્વારી ન કરવાની શરત ત્યારથી મુકવામાં આવી રહી છે, જ્યારથી શાહરુખને બેક પેનની ફરિયાદ ઊભી થઈ છે.

થોડાંક વર્ષો પહેલા શાહરુખ પોતાની કરોડરજ્જુમાં દુઃખાવાને કારણે એક મોટા ઑપરેશનમાંથી પસાર થયા હતાં. આ ઑપરેશન અંગે શાહરુખે જણાવ્યુ હતું, ‘હું ઠીક છું, પણ અત્યારે કઈં પણ કહેવું બહુ વહેલું ગણાશે. કોઈ નથી જાણતું કે જ્યાં સુધી જીવન ચાલશે, ત્યાં સુધી આ ઑપરેશન સારું સાબિત થશે કે ખરાબ, પણ હંમેશાની જેમ આપણી અંદર દરેક મુશ્કેલી સામે ઝઝુમવાની એક તાકાત હોવી જોઇએ.'

ખેર, આ તો સમજાય છે કે શાહરુખ ખાન ઘોડેસ્વારી કરવાનો કેમ ઇનકાર કરી રહ્યાં છે, પરંતુ એક્ટ્રેસને કિસ ન કરવા પાછળનું કારણ હજુ ય અકબંધ છે. શક્ય છે કે આ શરત પાછળ ક્યાંક ગૌરી ખાન તો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X