Pics : યશની હસીનાઓ સાથે રૅમ્પ પર ઉતરશે શાહરુખ
મુંબઈ, 25 સપ્ટેમ્બર : ભલે સલમાન ખાન હસીનાઓના દિલો પર રાજ કરતાં હોય, પણ જે વાત શાહરુખમાં છે, તે કોઈમાં નથી. એટલે જ તો જે તક શાહરુખના હાથે આવી છે, તે સલમાન મિયાના હાથે ક્યારેય ન આવી શકે.
મળતી માહિતી મુજબ સ્વર્ગસ્થ ફિલ્મ નિર્માતા યશ ચોપરાની 27મી સપ્ટેમ્બરે જન્મ જયંતી છે અને આ પ્રસંગને તેમને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવાની તૈયારીઓ કરી રહ્યાં છે યશના પત્ની પામેલા ચોપરા. પામેલાએ એક ફૅશન શોનું આયોજન કર્યું છે કે જેમાં યશજીની હિટ ફિલ્મોની નવ હસીનાઓ રૅમ્પ ઉપર કૅટવૉક કરશે. તેમાં શ્રીદેવી, જુહી ચાવલા, કાજોલ, માધુરી દીક્ષિત અને કૅટરીના કૈફ વિગેરેનો સમાવેશ થાય છે. આ શોના સ્ટૉપર શાહરુખ ખાન હશે. શાહરુખ ઉપરાંત શોમાં બીજા કોઈ હીરો કૅટવૉક નહીં કરે.
શાહરુખ ખાન આ બધું પામેલા ચોપરાના કહેવા પર કરી રહ્યાં છે કે જેમને તેઓ પોતાના માતા સમાન ગણે છે. શાહરુખ ખાન માટે યશ ચોપરા ફાધર ફિગર હતાં. તેથી કિંગ ખાનનું શોમાં આવવું આશ્ચર્યની વાત નહીં ગણાય. હાલ તો પામેલા ચોપરા અને શાહરુખ ખાન બંને આ શોની તૈયારીઓમાં લાગેલાં છે.

યશ ચોપરાની જન્મ જયંતી
કિંગ ખાન 27મી સપ્ટેમ્બરે યશજીની 81મી જન્મ જયંતીએ તેમની ફિલ્મોની સુંદર અભિનેત્રીઓ સાથે કૅટવૉક કરશે. શાહરુખ જ આ શોના શો-સ્ટૉપર હશે. તેનું આયોજન યશના પત્ની પામેલા ચોપરા કરી રહ્યાં છે.

શાહરુખ એકલા અભિનેતા
શાહરુખ એવા એકલા અભિનેતા હશે કે જેઓ આ શોનો ભાગ હશે. શાહરુખે યશ સાથે ડર, દિલ તો પાગલ હૈ, વીર ઝારા અને જબ તક હૈમાં કામ કર્યું, તો શાહરુખના કૅરિયરની મહત્વની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના નિર્માતા પણ યશ જ હતાં. જોકે દિગ્દર્શન તેમના પુત્ર આદિત્યે કર્યુ હતું.

શાહરુખ મારૂં બાળક
યશ ચોપરા કાયમ કહેતાં કે શાહરુખ તેમના બાળક જેવો છે. તેઓ તેને બહુ પ્રેમ કરે છે અને બહુ વઢે પણ છે.

છેલ્લી ક્ષણો સુધી સાથે-સાથે
શાહરુખ તેવા ભાગ્યશાળી લોકોમાંના એક છે કે જેમણે યશના 80મા જન્મ દિવસે તેમનું ઇંટરવ્યુ લીધુ હતું અને તે છેલ્લું ઇંટરવ્યુ હતું.

પપ્પા યશ માટે પુત્રની શ્રદ્ધાંજલિ
શાહરુખ આ બધુ પામેલાજીના કહેવા પર કરે છે કે જેમને તેઓ માતા સમાન ગણે છે. શાહરુખ માટે યશ ચોપરા ફાધર ફિગર હતાં.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
