ડૉન 2ને થયા બે વરસ, હજી 10 સિક્વલ્સ બનાવવા માંગે છે શાહરુખ!
મુંબઈ, 24 ડિસેમ્બર : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ડૉન સિરીઝની હજી 10 સિક્વલ બનાવવાની ઇચ્છા ધરાવે છે. ડૉન સિરીઝની બીજી સિક્વલ એટલે કે ડૉન 2 રિલીઝ થયે બે વર્ષ થઈ ચુક્યાં છે અને શાહરુખ કહે છે કે તેઓ ફિલ્મના બીજી 10 સિક્વલ્સ બનાવવાનું પસંદ કરશે.

નોંધનીય છે કે ડૉન 2 વર્ષ 20011માં આવી હતી કે જે 2006માં આવેલી ડૉનની સિક્વલ હતી. 2006માં આવેલી ડૉન સને 1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ડૉનની રીમેક હતી. રીમેક પછીની ડૉનની સિરીઝમાં શાહરુખ ખાન હીરો રહ્યાં છે અને હજી તેઓ 10 સિક્વલ્સ બનાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
